લખી-વાંચી ન શકતા લોકોના ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવા રાજસ્થાન હાઈકોર્ટનો આદેશ

510

રાજસ્થાન હાઇકોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે કે જ્યાર બાદ હવે અભણ લોકોનાં લાયસન્સ પરત લઇ લેવાશે. હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું કે, અભણ ડ્રાઇવર ચાલીને જનારા લોકો માટે ખતરારૂપ છે કેમ કે તેઓ જાહેર માર્ગો અને ચાર રસ્તાઓ પર લાગેલા સાઇનબોડ્‌ર્સ અને ચેતાવણીને નથી વાંચી શકતા. એવામાં તેમનાં ડ્રાઇવિંગ લાયસન્સ પરત લઇ લેવામાં આવશે.

હાઇકોર્ટ પરિવહન અધિકારીઓને કહ્યું કે, તેઓ આ સંબંધમાં ઉચિત નિર્દેશ અને ગાઇડલાઇન રજૂ કરે. એટલું જ નહીં, કોર્ટે અધિકારીઓને તે મામલામાં પણ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે કે જ્યાં વાંચવા અને લખવામાં અસમર્થ વ્યક્તિઓને લાયસન્નસ રજૂ કરવામાં આવ્યા હતાં. હકીકતમાં દિપકસિંહે હાઇકોર્ટમાં એવી અરજી દાખલ કરીને કહ્યું કે, પરિવહન વિભાગ તેને ભારે વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ નથી કરી રહેલ. તેને હાઇકોર્ટને આ મામલામાં પરિવહન વિભાગને આદેશ રજૂ કરવાનો અનુરોધ કર્યો હતો. જસ્ટિસ સંજીવ પ્રકાશ શર્માએ દિપકની આ અરજીને ખારીજ કરી દીધી છે. જો કે કોર્ટે કહ્યું કે, ’કોર્ટનું માનવું એમ છે કે મોટર વાહન નિયમોને ન માત્ર લાયસન્સ લેનારા વ્યક્તિઓનાં લાભ માટે તૈયાર કરવાની આવશ્યકતા છે પરંતુ તે લોકોનાં પણ નિયમોને ધ્યાનમાં રાખવા જોઇએ કે જે માર્ગોનો ઉપયોગ કરી રહેલ છે.

Previous articleહવે સાંજે ૬ વાગ્યા સુધી RTGS દ્વારા નાણાં ટ્રાન્સફર કરી શકાશે, નિર્ણય ૧ જૂનથી લાગુ
Next articleવેચવાલી વચ્ચે સેંસેક્સ ફરી ૨૪૮ ઘટીને અંતે બંધ થયો