રાજુલા ડુંગર રોડ પરની ફુડ ફેકટરીમાંથી ૧૨ બાળ મજુરોને છોડાવતી ટાસ્ક ફોર્સ

737

રાજુલામાં સૌ પ્રથમવાલ બાળ મજુરો બાબતે અમરેલીની ટાસ્ક ફોર્સ જે.ડી.પટેલની ટીમ ત્રાટકી ડુંગર રોડ પર દક્ષ ફુડ્‌સમાંથી ૧૨ બાળ મજુરોને છોડાવ્યા રાજુલા ચીફ ઓફિસર નસીત સહિતની ટીમ સાથે રહી ઓપરેશન પાર પાડી જવાબદારોને અમરેલી જેલ હવાલે કર્યા.

સુરતના બનાવ બાદ સરકારી તમામ વિભાગ એલર્ટ થયો તેમાં રાજુલાની ફેકટરઓ મા બાળ શોષણની બાતમી અમરેલી લેબર વિભાગ લેબર કમિશ્નર જે.ડી.પટેલ પ્રોબેશન ઓફીસર સંજય રાજકોટીયા રાજુલા ચીફ ઓફીસર અજયભાઇ નસીત અને નગરપાલિકાની ટીમને સાથે રાખી ડુંગર રોડ પર આવેલ દક્ષ ફુડ્‌સ પ્રાઇવેટલી પર ઓચિંતા સંયુક્ત ટીમ ત્રાટકી અને રંગેહાથ ત્રણ સગીર અને નવ સગીરાઓને બાળ મજુરી કરતા બાળકોને પકડી તેમને આ ફેકટરીનો માલિક શું પગાર આપે છે ? જેના જવાબ મા બાળ મજુરોએ કહેલ કે અમોને રોજના ૨૩૦ રૂપિયા મજુરી આપે છે. બસ આ નિવેદન કાફી હતું અને બાળ મજુરી ધારા નીચે ફેકટરીના માલિક ઉપર કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી ઉપાડી ગયા તેમજ નવ કુમારીકા અને ત્રણ બાળ યુવકોના વાલીઓ ને રૂબરૂ બોલાવી લેખીતમાં હવે પછી અમારા બાળકોને મજુરીએ નહી જવા દઇ બાળકોને અભ્યાસ કરાવીશું તેવી લેખીતમાં ખાત્રી લીધા બાદ બાળકોને પ્રથ જેમાં નવ કિશોરીઓને વિકાસ ગ્રુપમાં તેમજ ત્રણ કિશોરોને પ્રતાપ પૂરા ચિલ્ડ્રન હોમમાં મુકવામાં આવેલ ત્યારે ખુદ લેબર કમિશ્નર પટેલ ફરીયાદી બની ફરિયાદ દાખલ કરેલ અને બાળકોને છોડી મુકાયા હતા. અને દક્ષ ફુડ્‌સના માલિક ઉપર કાયદેસર રાજુલા પોલીસ મથકે એફ.આઇ.આર. દાખલ કરાઇ છે.

Previous articleસાવરકુંડલાની કેસર કેરીનાં રિસર્ચ માટે ગોરાઓ ઘેલા થયા
Next articleમાઈક્રો સ્ટોરી શણગારની માઈક્રો રચનાઓ