સુરતમાં બનેલ અઘટીત દુર્ઘટના બાદ સરકારની સુચના અનુસાર ચીફ ઓફીસર બરાળના માર્ગદર્શન હેઠળ સિહોર નગરપાલિકા દ્વારા સિહોર શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ, હોટલો, હોસ્પીટલોને રૂબરૂ સર્વે કરીને ફાયર પ્રોટેક્શન અને સેફ્ટી અંગે જાહેર નોટીસ પાઠવેલ છે. જે કામગીરીમાં સિહોર નગરપાલિકાના શોપ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા વિજયભાઇ વ્યાસ, ગૌરાંગભાઇ શુક્લ, સુનિલભાઇ ગોહેલ તથા તેમની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ.
















