FPI દ્વારા જૂનમાં ૭,૦૯૫ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા

408

લેવાલીનો દોર જારી રહ્યો છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાં વિદેશી મૂડીરોકાણકારોએ જંગી રકમ ઠાલવી દીધી છે. આ ગાળા દરમિયાન ૭૦૯૫ કરોડ રૂપિયાની અભૂતપૂર્વ રકમ ઠાલવી દેવામાં આવી છે. પોલિસી સુધારા ચાલુ રહેવાના લીધે આ ફાયદો થયો છે. સતત ચાર મહિનાથી વિદેશી રોકાણકારોએ લેવાલી જારી રાખી છે. તેઓએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. ત્રીજીથી સાતમી જૂન દરમિયાનઇક્વિટીમાં ૧૯૧૫૦૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ડેબ્ટમાં ૫૧૮૦.૪૩ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા.  આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા.  વિદેશી મુડારોકાણ કારોએ જુદા જુદા પરિબળોના ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાના ભારતીય બજારમાં જોરદાર રોકાણ કર્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. મે મહિના પહેલા માર્ચ મહિનામાં રોકાણકારોએ ૪૧૫૯૮૧ કરોડ, ફેબ્રુઆરીમાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ગયા સપ્તાહમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ હાંસલ કરી હતી.

ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી છે જ્યારે એનડીએની સાથે મળીને ૩૫૩ સીટો મેળવી છે. ૧૯૮૪ બાદથી કોઇ એક પાર્ટી દ્વારા સતત બીજી વખત બહુમતિ હાંસલ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર આવ્યા બાદ સુધારાઓની ગતિ વધુ તીવ્ર બની શકે છે. આવી સ્થિતિમાં મૂડીરોકાણકારો અને શેરબજારમાં આશા વધી છે.

Previous articleનાણાંમંત્રી બજેટ પહેલા ૧૧થી ૨૩ જૂન વચ્ચે અર્થશાસ્ત્રીઓ,ઉદ્યોગ સંગઠનો સાથે મુલાકાત કરશે
Next articleશેરબજારમાં તેજી રહેવાના સ્પષ્ટ સંકેતો : સાત પરિબળ ઉપર નજર