અર્થની રીમેક ફિલ્મમાં હવે જેક્લીન દેખાશે

644

બોલિવુડમાં લોકપ્રિય સ્ટાર જેક્લીન હવે વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ અર્થની રીમેકમાં નજરે પડનાર છે. થોડાક સમય પહેલા એવા હેવાલ આવ્યા હતા કે નિર્માતા શરત ચન્દ્રે મહેશ ભટ્ટની વિતેલા વર્ષોની ફિલ્મ અર્થની રીમેકનુ નિર્દેશન કરવા માટે સાઉથની લોકપ્રિય અભિનેત્રી રેવતીની પસંદગી કરી છે. હવે એવા હેવાલ આવ્યા છે કે ફિલ્મ માટે જેક્લીનની પસંદગી કરી લેવામાં આવી છે. વિતેલા વર્ષોમાં આ ફિલ્મે જોરદાર ચર્ચા જગાવી હતી. અર્થ વર્ષ ૧૯૮૨માં રજૂ કરવામાં આવી હતી. જેમાં કુલભુષણ ખરબંદા, સ્મિતા પાટીલ અને શાબાના આજમીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મની તમિળ રીમેક ૧૯૯૩માં રજૂ કરવામાં આવી હતી. જેમાં લીડ રોલમાં રેવતી નજરે પડી હતી. ફિલ્મમાં શાબાના આઝમીએ કુલભુષણઁ ખરબંદાની પત્નિની યાદગાર ભૂમિકા અદા કરી હતી. જ્યારે સ્મિતા પાટીલે બીજી મહિલાની ભૂમિકા અદા કરી હતી. હવે નવેસરના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સ્મિતા પાટીલના રોલમાં જેક્લીન નજરે પડનાર છે. ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએકહ્યુ છે કે રેવતી હાલના સમયમાં ફિલ્મની પટકથાને લખવામાં વ્યસ્ત છે. કાસ્ટિંગની પસંદગી કરતા પહેલા રેવતી તમામ બાબતોને પૂર્ણ કરવા માટે આશાવાદી છે. એમ કહેવામાં આવે છે કે ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા લોકો દ્વારા જેક્લીનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેક્લીનને ફિલ્મની પટકથા તમામને પસંદ પડી છે. જેક્લીને હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેઓએ પોતાના પાત્રને ન્યાય આપવા માટે કેટલીક વખત એક્ટિંગ ક્લાસમાં ભાગ લીધો છે. સ્મિતા પાટીલની જેમ જેક્લીન પોતાની ભૂમિકાને યોગ્ય રીતે અદા કરી શકશે કે કેમ તેને લઇને ભારે ચર્ચા છે. અર્થ ફિલ્મ ભારતમાં બનેલી હજુ સુધીની સારી ફિલ્મો પૈકી એક તરીકે ગણવામાં આવે છે.

Previous articleએક્ટિંગ મારી પેશન છેઃ એન્જેલા ક્રિસલીજકી
Next articleહવે સંજયદત્ત સાથે અજય દેવગન ફરી જોડી જમાવશે