હવે ઉંચા GST સ્લેબથી વધુ કેટલીક વસ્તુઓ ટૂંકમાં દૂર થશે

490

ઉંચા જીએસટી સ્લેબમાંથી વધુ કેટલીક વસ્તુઓને બહાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. જીએસટી કાઉન્સિલની મિટિંગ ૨૦મી જૂનના દિવસે યોજનાર છે. પાંચમી જુલાઈના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટ પહેલા આ મિટિંગને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે જેમાં જુદાજુદા વિષય પર ચર્ચા કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ જીએસટી ટેક્સ રેટની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે. હાલમાં ૨૮ ટકાના ટોપ સ્લેબમાં રહેલી ચીજવસ્તુઓ પૈકીની કેટલીક ચીજવસ્તુઓના રેટમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

આ વિષય ઉપર જીએસટી કાઉન્સિલ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. કોઇપણ પ્રકારના નિર્ણય રેવેન્યુ ઉપર આધારિત રહેશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદી પ્રવર્તી રહી છે. પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો થઇ રહ્યો છે. કન્ઝ્‌યુમર ચીજવસ્તુઓના વેચાણમાં ઘટાડો થઇ રહ્યો છે. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ મંદી પ્રવર્તી રહી છે. આ તમામ કારણો વચ્ચે વધુ કેટલીક વસ્તુઓ જીએસટીના ઉંચા સ્લેબમાંથી દૂર કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. જીએસટી કાઉન્સિલની સરકારની નવી અવધિની આ પ્રથમ બેઠક રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં આ બેઠક યોજાશે. તેમના નેતૃત્વ હેઠળ આ પ્રથમ બેઠક યોજાશે.

નવી સરકારમાં નાણામંત્રી તરીકેની જવાબદારી નિર્મલા સીતારામન સંભાળી ચુક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ કેટલીક તાકિદની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. દાખલાતરીકે ઓટો મોબાઇલમાં ૨૮ ટકાના જીએસટી સ્લેબને લઇને પણ ચર્ચા થશે. જુદા જુદા ક્ષેત્રોમાં ઘટી ગયેલી માંગને પહોંચી વળવા તથા તેજી લાવવાના ઇરાદા સાથે જીએસટી સ્લેબની ચર્ચા વિચારણા કરવામાં આવશે. કેટલાક રાજ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છેકે, ઉંચા સ્લેબના લીધે નોકરી ઉપર પણ પ્રતિકુળ અસર થઇ ગઇ છે. રેવેન્ય પોઝિશનની પણ નોંધ લેવામાં આવી રહી છે. ભારતભરમાં ૫૦૦૦૦૦ રેસ્ટોરન્ટનું પ્રતિનિધિત્વ કરનાર નેશનલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી બોડી દ્વારા ૧૨ ટકા જીએસટીનું સૂચન કરવામાં આવ્યું છે પરંતુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લાભની સાથે આની રજૂઆત કરવામાં આવી છે. નિર્મલા સીતારામન પાંચમી જુલાઈના દિવસે લોકસભામાં તેમનું પ્રથમ બજેટ રજૂ કરનાર છે જેમાં જીડીપીના ૩.૪ ટકા સુધી ૨૦૧૯-૨૦ માટે ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ રાખવામાં આવે તેવી શક્યતા છે. વચગાળાના બજેટમાં જે આંકડો રજૂ કરાયો હતો તેને જાળવી રાખવાના પ્રયાસ કરવામાં આવશે. નોર્થ બ્લોકમાં બજેટ નિર્માણની કામગીરી શરૂ થઇ ચુકી છે. ટેક્સ રેવેન્યુ ઉપર સમીક્ષા થઇ રહી છે.

Previous articleકઠુઆ ગેંગરેપ-મર્ડર : ત્રણ દોષિતોને ઉંમરકેદની સજા
Next articleઉમરવાડા સરકારી શાળામાં બાળકી સાથે અડપલાં કરાયા