વેસ્ટ ઇન્ડિઝને પરાજિત કરવા માટે ઇંગ્લેન્ડ સંપૂર્ણ પણે તૈયાર

799

આઈસીસી વર્લ્ડકપની એક મેચમાં આવતીકાલે યજમાન ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝની સામે ટકરાશે.  આ મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. સાઉથમ્પન ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

જો કે વરસાદના કારણે પરેશાની વધી રહી છે. હાલની મેચોમાં વરસાદ વિલન બનતા હાલત કફોડી બની ગઇ છે. જો વરસાદ વિલન નહી બને તો આ મેચ રોમાંચક બની શકે છે. પાકિસ્તાન સામે હાર ખાધા બાદ યજમાન ઇંગ્લેન્ડની ટીમ લડાયક દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે વરસાદની ગણતરીને પણ ધ્યાનમાં લેશે. કોઇ પણ નુકસાન મેચના કારણે ન થાય તેની ગણતરી કરશે. વિન્ડીઝની ટીમ જોરદાર લડાયક દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમમાં રૂટ, રોય, બેન સ્ટોક્સ, બટલર જેવા તમામ ખેલાડી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. મેચમાં ઇંગ્લેન્ડ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરશે. જો કે વેસ્ટ ઇન્ડિઝ પણ મોટા અપસેટ સર્જી શકે છે. ક્રિસ ગેઇલ પર તમામની નજર રહેશે.  ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.તે પહેલા ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ

કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે.બંને ટીમો લડાયક મુડમાં દેખાઇ રહી છે. બંને ટીમો નીચે મુજબ છે.

ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, બેન સ્ટોક, વિન્સ, વોક્સ અને માર્ક વુડ

વિન્ડીઝ : હોલ્ડર ( કેપ્ટન), ફેબિયન એલન, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, કોટરેલ, ગેબ્રિયલ, ક્રિસ ગેલિ, હેટમાયર, શાઇ હોપ, લેવિસ,  નર્સ, નિકોલસ પુરન, કેમર રોચ, આન્દ્રે રસેલ, થોમસ.

Previous articleમારાથી વર્લ્ડ કપ જોવાતો નથીઃ હૅઝલવૂડ
Next articleવેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ભારત ત્રણ ટી-૨૦, ત્રણ વનડે અને બે ટેસ્ટ રમશે