બરવાળામાં જુગાર રમતા ચાર જુગારી ઝડપાયા

518

બરવાળા મુકામે જાહેરમાં જુગાર રમતા હોવાની મળેલ બાતમીના આધારે બરવાળા પોલીસ સ્ટેશનના પ્રભાતસિંહ ગોહિલ, રાજદીપસિંહ વાઘેલા, વિજયસિંહ ચુડાસમા, પરબતસિંહ ડોડીયા સહીતના સ્ટાફ દ્વારા દરોડો પાડતા જુગાર રમતા ચારને જડપી પાડ્યા હતા.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર બરવાળા મુકામે ખારા વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે તા.૧૨/૦૬/૨૦૧૯ ના રોજ રાત્રીના ૧૧.૪૫ વાગ્યાના અરસામાં જુગાર રમતા (૧) લાલા બચુભાઈ બોરાણા (૨) દિલીપ વિક્રમભાઈ પરમાર (૩) ભૂપત રામજીભાઈ પરમાર (૪) રમેશ લાખાભાઈ વાઘેલા તમામ રહે.ખારા વિસ્તાર, બરવાળાને રોકડ રૂ.૧૦૨૫૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી બરવાળા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે બરવાળા પોલીસે આરોપી વિરુધ્ધ જુગારધારા એટક મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ પ્રભાતસિંહ ગોહિલ (હે.કો.)બરવાળા પો.સ્ટે.ચલાવી રહ્યા છે.

Previous articleરાહતછાવણીમાં ભોજન બનાવવાની કામગીરીમાં જોડાઈને સેવાની સુવાસ પ્રસરાવતાં રાજ્યમંત્રી
Next articleવાવાઝોડાની અસરનાં કતપર બંદરની મુલાકાતે વિભાવરીબેન