એનડીઆરએફ અને મેડીકલની ટીમ સામે ‘વાયુ’ પણ ‘વામણો’

796

અમરેલી જિલ્લાના શિયાલબેટ ગામમાં સાત મહિનાની ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી જે સગર્ભા શિયાળબેટ સબસેન્ટર પર આવેલ હતા ત્યાં હાજર ડોક્ટરની ટીમ અને સ્થાનીક મહિલા સ્ટાફ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર,ડીડીઓ અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફ કોસ્ટ ગાર્ડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તાત્કાલિક તે મહિલાને સરકારી એમ્બ્યુલન્સ દ્વારા ગાયનેક ડોક્ટરની ટીમ સાથે રાજુલા ખસેડવામાં આવેલ ત્યાં ગાયનેક ડોક્ટર દ્વારા સલામત પ્રસૂતી કરવામાં આવેલ જેમા જન્મેલુ બાળક ગર્ભનુ પાણી પી ગયેલ હોય બાળરોગ નિષ્ણાત ડો.કલસરિયા દ્વારા તાત્કાલિક સારવાર કરવામા આવી હતી. આ સમગ્ર રેસ્ક્યુ દરમિયાન એનડીઆરએફ ટીમ,અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી. કલસરિયા ડો.ધડુક , ડો.મૂછડીયા, ડો.ઈલા મોરી અને ૧૦૮ ટીમ ખડેપગે રહી કામગીરી કરેલ.આવી સરાહનીય કામગીરી બદલ જિલ્લા કલેકટર દ્વારા તંત્રની કામગીરીને બિરદાવવામા આવેલ તેમજ હાલ માતા અને બાળક બન્ને સુરક્ષિત હોવાનુ જાણવા મળેલ છે.

Previous articleજાફરાબાદ બંદર પર સૌ પ્રથમ વખત લગાવાયુ ૯ નંબરનું સિગ્નલ
Next articleમુસ્લિમ તેમજ કોળી સમાજના સ્થાનિક લોકો આવ્યા સ્વૈચ્છિક મદદે