અફઘાન સામે જીત મેળવવા માટે ઇંગ્લેન્ડની ટીમ સુસજ્જ

608

આઇસીસી વર્લ્ડ કપમાં વરસાદના વિધ્ન વચ્ચે મેચોનો દોર જારી રહ્યો છે. આવતીકાલે  યજમાન ઇંગ્લેન્ડ પોતાની આગામી મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવી લેવા માટે તૈયાર છે. આ મેચને લઇને પણ સ્થાનિક ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા છે. જોય રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ અને જોશ બટલર જેવા તમામ ખેલાડી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. જેથી અફઘાનિસ્તાનને કચડી નાંખવા માટે ઇંગ્લેન્ડ તૈયાર છે. અફઘાનિસ્તાનની ટીમ વર્તમાન વર્લ્ડ કપમાં હજુ સુધી કોઇ મેચ જીતી શકી નથી. આવી સ્થિતીમાં તેની સામે પણ દેખાવ સુધારવા માટેની તક છે. છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે તેની કારમી હાર થઇ હતી. તેના ખેલાડીઓ કુશળ હોવા છતાં હજુ સુધી ફ્લોપ રહ્યા છે. મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યુ છે.તે પહેલા ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમી રહી છે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. માન્ચેસ્ટર ખાતે વરસાદ વિલન બને તેવી શક્યતા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી મેચ પણ આ જ મેદાન પર રમાઇ હતી. જેમાં થોડાક સમય માટે વરસાદે તકલીફ સર્જી હતી. ટીમો નીચે મુજબ છે.

ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, બેન સ્ટોક, વિન્સ, વોક્સ અને માર્ક વુડ

અફઘાનિસ્તાન : નૈબ (કેપ્ટન), આલમ, અશરગર અફઘાન, દૌલત અહરન, હામિદ હસન,  શાહિદી, હઝરતુલ્લા, મોહમ્મદ નબી, મોહમ્મદ શહેઝાદ, મુજીર ઉર રહેમાન, નજીબુલ્લા, નુર અલી, રહમત શાહ, રશિદી ખાન, શિનવારી.

Previous articleભારત સામે મેચ પહેલાં હુક્કા પાર્ટી કરતી સાનિયા મિર્ઝાનો વિડીયો વાયરલ
Next articleભારતને ફટકો : ભુવનેશ્વરની ઇજા ગંભીર હોવાના અહેવાલ