ક્વાલિટી હાઇ એજ્યુકેશન પર ધ્યાન આપવાની જરૂર

363

સામાન્ય બજેટ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બજેટમાં શુ આવશે અને શુ નહીં આવે તેની લઇને નિષ્ણાંતોમાં ચર્ચા ચાલી રહી છે. સતત બીજી વખત લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પાસેથી ખુબ સારા બજેટની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. બીજી અવધિના તેના પ્રથમ બજેટમાં સરકાર જુદા જુદા વર્ગને ચોક્કસપણે કોઇ ભેંટ આપી શકે છે. નવા નાણાંપ્રધાન નિર્મલા સીતારમન ખુબ જ કુશળ હોવાથી તેમની પાસેથી જોરદાર બજેટની અપેક્ષા રાખવામાં આવી રહી છે.પાંચમી જુલાઇના દિવસે બજેટરજૂ કરવામાં આવનાર છે. લોકોને રાહત આપવા માટે બજેટમાં હેલ્થકેર અને શિક્ષણ પર ખાસ ભાર મુકવામાં આવી શકે છે. બન્ને સેક્ટર માટે કેટલીક આકર્ષક જાહેરાત કરવામાં આવી શકે છે.   હેલ્થકેર સેક્ટર, ક્વાલિટી હાઇ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે. બજેટમાં કેટલીક જાહેરાત કરવામાં આવશે તેવી ગણતરી થઇ રહી છે.  ચોક્કસ પ્રોજેક્ટો અને સ્કીમ માટે ફાળવણી વધી શકે છે. સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી શકે છે. મોટી સંખ્યામાં સંસ્થાઓને વધારીને સ્કીલ્ડ વર્કફોર્સમાં વધારો કરવામાં આવી શકે છે. ખાનગી ભાગીદારીને વધારી દેવા વધારે શેક્ષણિક સંસ્થાઓ ખોલવાની માંગ થઇ રહી છે. ભવિષ્ય માટે પ્રોફેશનલોને વધારી દેવાની માંગ થઇ રહી છે. ભારતમાં બાઇટેક ઇન્ડસ્ટ્રીઝની હવે નોંધ લેવામાં આવી રહી છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની દેશના નિર્માણમાં સૌથી મોટી ભૂમિકા રહે છે. આવી સ્થિતીમાં સારા કુશળ શિક્ષણો અને વિદ્યાર્થીઓ તૈયાર થાય તે જરૂરી છે. દેશમાં જુદા જુદા શેક્ષણિક વિભાગમાં વધુ સંસ્થાઓ સ્થાપિત કરવાની જરૂર છે.

નાણાં પ્રધાન પાસેથી સ્કીલ ડેવલપમેન્ટ માટે આ સેક્ટર દ્વારા કેટલીક અપેક્ષા રાખવામાં આવે છે. જેમાં ભારતીય યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓમાં એડવાન્સ અભ્યાસક્રમ તૈયાર કરવા અને ઉદ્યોગ- શિક્ષણના સહકારને પ્રોત્સાહન મળે તે જરૂરી છે.  આનાથી મજબુત ટેલેન્ટ પુલ તૈયાર કરાશે. તેમની કુશળતાને વધુ વધારવા માટે વિદેશ જવાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોકી શકાશે.

Previous articleબિહારમાં જીવલેણ તાવથી મોત આંક વધીને હવે ૧૫૮
Next articleહિમાચલપ્રદેશ : ૧૦ વર્ષમાં ૩૦,૯૯૩ માર્ગ દુર્ઘટના થઇ