ફેર પ્રાઇઝ શોપ્સ દ્વારા આવેદન અપાયું

502

ગુજરાત સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સમાવવામાં આવેલ રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવા માટે રાજ્યભરમાં ૧૭.૨૦૦ દુકાનદારો કામ કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આધાર આધારિત વિતરણ વ્યવસ્થાનાં સખ્ત આદેશનાં પરિણામે રેશનકાર્ડ ધારકોમાં ફિંગરપ્રિન્ટ લઇને જ પૂરવઠાનું વિતરણ કરવામાં આવેલ ત્યારે ગત સપ્તાહે ગોધરામાં ઇન્ટરનેટ કનેકશન ધીમું હોવા ઉપરાંત સર્વર ધીમું ચાલવા બાબતે ઝઘડો કરી ઘાતક હથિયારો વડો જીવલેણ હુમલો કરાતા રાજ્યભરનાં રેશનશોપ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે તેના વિરોધમાં ભાવનગર રેશનશોપનાં વેપારીઓ દ્વારા રાજ્યભરનાં દુકાનદારોને પુરતી સૂરક્ષા આપવા અને અસામાજીક તત્વો ઉપર કડક કાર્યવાહિ કરવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,. જેમાં મોટી સંખ્યામાં રેશનશોપ ડીલરો જોડાયા હતા.

Previous articleઅમરેલી બારોટ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
Next articleગઢડા ખાતે ૨૬મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઇ