શ્રીલંકા-દક્ષિણ આફ્રિકા વચ્ચે રોમાંચક વન ડે જંગ થઇ શકે

580

વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે  હવે આવતીકાલે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાનાર છે. આ મેચનુ બપોરે ત્રણ વાગેથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. દક્ષિણ આફ્રિકાની ટીમના હાલના કંગાળ ફોર્મને જોઇને કરોડો ચાહકો ભારે નિરાશ થયેલા છે. આ ટીમનુ જે રીતે પતન થઇ રહ્યુ છે તેનાથી ચર્ચા પણ છે. આફ્રિકાની ટીમમાં કોઇ પણ ખેલાડી શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યા નથી. તેની એક પછી એક મેચમાં હાર થઇ રહી છે. તેને હવે લાજ બચાવવા માટેની છેલ્લી તક રહેલી છે. શ્રીલંકા તેની આશાને જીવંત રાખવાના હેતુથી મેદાનમાં ઉતરનાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે.  ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. પાકિસ્તાને જીત મેળવીને વર્લ્ડ કપની સ્પર્ધાને વધારે રોમાંચક બનાવી લીધી છે. હવે ચોથા સ્થાન માટે અનેક ટીમો દાવેદાર દેખાઇ રહી છે. પાકિસ્તાનની આગળની મેચો વધારે સરળ રહેલી છે. આવી સ્થિતીમાં તેની તક વધારે દેખાઇ રહી છે. ભારતીય ટીમે તો મેચો હજુ ઓછી રમી છે જેથી ટીમ તો સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે.

શ્રીલંકા : કરૂણારત્ને (કેપ્ટન), ડિસિલ્વા, પ્રદીપ, ફર્નાન્ડો, લકમલ, માલિંગા, મેથ્યુસ, કુશળ મેન્ડિસ, જીવન મેન્ડિસ, કુશળ પરેરા, થિસારા પરેરા, મિલિન્દા, સિરિવર્દના, લાહિર થિરિમાને, ઉદાના, વેન્ડરસે

આફ્રિકા : ડુ પ્લેસીસ (કેપ્ટન), હાસીમ અમલા, ડીકોક, વાનડેર, ડ્યુમિની, માર્કરામ, ડેવિડ મિલર, લુંગીગીડી, ક્રિસ મોરિસ, ફેલુકવાયો, પ્રિટોરિયસ, રબાડા, શામ્સી, ડેલ સ્ટેઇન, ઇમરાન તાહીર.

Previous articleપાક. ક્રિકેટરનો દાવો… બાંગ્લાદેશ સામે ભારત જાણી જોઇને હારી જશે
Next articleવિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, બન્યો પહેલો એશિયન કેપ્ટન