બોટાદની ડો. આંબેડકર શાળાના તમાકુ મુક્તિ કાર્યક્રમનું આયોજન

740

સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચેરમેન,ડીસ્ટ્રીક લેવલ કોર્ડીનેશન કમિટી – સુજીતકુમાર અને જીલ્લા વિકાસ અધિકારી આશિષકુમારની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં શાળા તમાકુ મુક્ત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે માટે સમગ્ર જીલ્લામાં “તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ”કરવામાં આવે છે. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એચ.ભાયા અને ઈ.એમ.ઓ ડૉ.આર.આર. ચૌહાણના માર્ગદર્શનથી આજ રોજ શંકરપરા,ખસ રોડ પર આવેલી ડૉ.બાબા સાહેબ આબેડકર શાળા નં-૨૬માં “તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં બાળકો સાથે તમાકુ નિષેધ વિષયની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરી પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય લલીતભાઈ વાજા,શિક્ષક સુરેશભાઈ, અનિલભાઈ, અરવિંદભાઈ, નીરૂબેન, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ના જીતેન્દ્રભાઈ કારેલીયા, પ્રણવભાઈ જોષી અને સામાજિક કાર્યકર ગૌતમભાઇ વંડરા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.