દામનગર મુખ્ય બજારમાં રોડ ઉપર પાડેલા ખાડાથી વાહનચાલકો પરેશાન

499

દામનગર નગરપાલિકા તંત્રનો ખાડે ગયેલ વહિવટથી મેઇન રસ્તા પર તૂટેલા રોડમાં ખાડાને કારણે વાહનચાલકો અને જનતા પરેશાન નિંભર શાસકોના પાપે કાદવ કીચડ અને ગંદકીના સામ્રાજ્ય સહગિત રખડતા ભટકતા આખલાઓથી ભયભીત પ્રજાનાં હિત અને સુખાકારી માટે પદાધિકારીઓ અધિકારી સત્તાનો સદ્દઉપયોગ કરે તેવી માંગ ઉઠવા પામી છે.

છેલ્લા થોડા સમયથી દામનગરની અંદાજે પચ્ચીસ હજારની વસ્તી અનેક સમસ્યાઓથી પીડાઇ રહી છે. પાંચ વર્ષ પહેલા ભૂગર્ભ ગટરની કામગીરી પછી તૂટેલા સર્કલથી વૈજનાથ મંદિર સુધીના રસ્તાની હાલત ખરાબ છે. આ રોડ પાકો કરવામાં આવતો નથી જેને કારણે બ્લોક પણ હલકી ગુણવત્તાવાળા છે. આ બધુ જનતા મુંગા મોઢે સહન કરે છે. તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી કરાતી ન હોય અને કોન્ટ્રાક્ટરે કરેલા કામ ઢંગધડા વગરના છે. જિલ્લા કક્ષાએથી તપાસ થતી ન હોય સરકારી તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

Previous articleઘનશ્યામનગર પ્રા.શાળામાં બાળ મેળો યોજાયો
Next articleબોટાદની ડો. આંબેડકર શાળાના તમાકુ મુક્તિ કાર્યક્રમનું આયોજન