બાબરા તાલુકા ના મોટાદેવળિયા ગામે ઈંગ્લીશ દારૂ નું વેચાણ થતુ હોવાની બાતમી મળતા સ્થાનિક મહિલા ફોઝદાર ગીતા આહીર સહિત નો પોલીસ કાફલો મોટાદેવળીયા ગામે દોડી ગયો હતો અને શિમ વિસ્તાર માં થી ૯૧ બોટલ ભારતીય બનાવટ નો જુદી જુદી બ્રાંડ ના દારૂ સાથે એક શખ્સ ની ધરપકડ કરવા માં આવી હતી
મળતી વિગત મુજબ વીડી નામની શિમ વિસ્તાર માં દારૂ સંઘરેલ હોવાની બાતમી ના આધારે પોલીસે મોડી રાત્રે સર્ચ શરુ કરતા વલકુ હરસુર ડેર નામક શખ્સ ના કબ્જા માંથી વાડી ની ઓરડી માં રાખેલો પાર્ટીસ્પેશ્યલ ડીલ્ક્ષવિસ્કીની સેલ ફોર અરુણાચલ ની બોટલ નંગ ૫૬ અને મેકડોલ નં ૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ હરિયાણા નંગ ૩૫ કુલ કીમત રૂપિયા ૨૯૫૫૦ ની કીમત ના દારૂ સાથે એક ને ઝડપી લેવા માં આવ્યો હતો
પોલીસ ના જણાવ્યા મુજબ પકડાયેલ શખ્સ ની પૂછપરછ દરમ્યાન દારૂ ક્યાંથી મગાવ્યા સહિત ની બાબતો જાણવા મળશે સ્થાનિક પોલીસે જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય ના વખતો વખત ના આદેશો થી બાબરા તાલુકા માં દારૂ ની બદી ડામવા માટે એક્શન પ્લાન મુજબ ગામો ગામ બાતમીદારો મારફત મળતી માહિતી એકઠી કરી દારૂ ની મહેફિલ કરનારા સહિત ચોરી છુપી થી દારૂ નું વેચાણ કરનારા ને ઝડપવા સ્પેશ્યલ પ્રોહીબિશન ટીમ કાર્યરત કરી કામગીરી હાથધરવા માં આવી છે
















