આઇ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહિદોના પરિવારને ૫૧ હજારની સહાય અપાઇ

546

ગત તા.૨૩-૦૬ ને રવિવારના રોજ ભારતદેશના વિર જવાન શહિદ સૈનિકોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા આઇ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા વધુ બે શહિદ પરિવારને આર્થિક સહાય કરવામાં આવી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના કુંઢડા ગામના રહેવાસી અને ગત તા.૦૬-૦૬ ના રોજ શહિદ થયેલા વીર શહિદ ભાવેશભાઇ ધીરૂભાઇ રાઠોડના ઘરે પહોંચીને રૂા.૫૧૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવી હતી. આ પરિવારે પોતાના એકના એક દિકરાને માં ભારતીની રક્ષા કાજે રક્ષણ કરતા કરતા ગુમાવ્યો હોય તેમની આત્માની શાંતિ માટે આઇ સપોર્ટ ફાઉન્ડેશનની સમગ્ર ટીમ દ્વારા મૌન પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત તા.૨૨-૦૧ ના રોજ શહિત થયેલ વીર શહિદ શૈલેષભાઇ ગણેશભાઇ પરમારના ધર્મપત્ની રેખાબેન કે જે એમના પિતાજીને ત્યાં ગામ-ચોકડી, તા.ચૂડા, ખાતે તેમની બે દિકરી અને એક દિકરા સાથે રહે છે. તેમના પરિવારને પણ રૂા.૫૧,૦૦૦ ની આર્થિક સહાય આપીને તેમની આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આઇ સપોર્ટ ફાઉન્ડેશન એ શહિદ સૈનિકોના પરિવાર માટે કાર્ય કરતી ભારત સરકાર  માન્ય સંસ્થા છે. જે દરરોજનો માત્ર એક રૂપિયો શહિદ સૈનિકોના પરિવાર માટે આ સ્લોગન સાથે આગામી ૩૧ ડિસેમ્બર સુધીમાં ૧ લાખ પરિવાર સુધી શૌર્યપાત્ર (ડોનેશન બોક્સ) પહોંચાડીને તેમાં રોજનો માત્ર એક રૂપિયો સૈનિકો માટે નાખવા લોકોને સમજાવે છે.

Previous articleગેસ લાઇન લીકેજ થતા લોકોમાં રોષ
Next articleમારામારીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો