સિહોરની સંસ્કૃતિ સ્કુલનો વિદ્યાર્થી ડાન્સ કોમ્પીટીશનમાં રાજ્યમાં ઝળક્યો

463

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં અભ્યાસ કરતો ધો.૬નો વિદ્યાર્થી સુખડીયા લક્ષ વિશાલભાઇએ તા.૧૦-૦૫-૧૮ના રોજ સીવીએમ ગ્રુપદ્વારા આાયોજીત ગુજરાત ડાન્સ સ્ટાર ૨૦૧૯ નાં સેમી ફાઇનલ રાઉન્ડમાં ગુજરાત લેવલે ત્રીજો રેન્ક પ્રાપ્ત કરેલ છે. આ વિદ્યાર્થીએ સોલો બેઝ પર ડાન્સ કર્યો હતો. આ વિદ્યાર્થીનો ડાન્સનો બેઝ કન્ટેમ્પ્રરી છે. આ વિદ્યાર્થીને શાળાના ટ્રસ્ટી અને સંચાલક પી.કે.મોરડીયાના વરદહસ્તે શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીએ આ સિવાય ૧૫મી ઓગષ્ટ, ૨૬મી જાન્યુઆરીએ આયોજીત ડાન્સ કોમ્પીટીશન તેમજ બીજી ઘણી કોમ્પીટીશનમાં ભાગ લઇને રેન્ક પ્રાપ્ત કરેલ છે. આ વિદ્યાર્થીની આ સફળતા બદલ શાળાનાં ટ્રસ્ટી તેમજ શાળા પરિવારે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Previous articleસંપૂર્ણ શરણાગતિ
Next articleતળાજામાં બારોટ વંદના કાર્યક્રમનો બર્થ-ડે, ચોપડા વિતરણ કાર્યક્રમ