તિલકનગરમાં લાઇટનાં અજવાળે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

648

એલ.સી.બી. સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે તીલકનગર દે.પુ વાસ મેલડી માતાના મંદિરની બાજુમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી તિનપતીનો હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા જાહેરમાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળામાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા નરેશભાઇ મનુભાઇ વાજા ઉ.વ.૩૫, ચંદુભાઇ ભુરાભાઇ ચુડાસમા ઉ.વ.૩૭ , મનોજભાઇ અશોકભાઇ મકવાણા ઉ.વ.૨૧, વિજયભાઇ મનજીભાઇ વાજા ઉ.વ. ૪૦,  આકાશભાઇ જયંતિભાઇ સોલંકી ઉ.વ. ૩૪ ભાવનગર વાળા મળી આવેલ જે તમામ ઇસમો પાસેથી રોકડ રૂ. ૧૬,૫૨૦/- તથા મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ. ૩,૦૦૦/- તથા વાહન નંગ-૦૧ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪૯,૫૯૦/- ના મુદામાલ સાથે મળી આવતા તમામ ઇસમો એ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો કરેલ હોય તમામ વિરૂધ્ધમાં હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા એ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleમહુવા પો.સ્ટે.ના બળાત્કારના ગુનાનો ફરાર આરોપી અગતરીયાથી ઝડપાયો
Next articleપાલીતાણાના વડીયા ગામે ચાર મકાનમાં તસ્કરો ત્રાટક્યા