અપહરણનાં ગુનામાં ૭ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી આરઆરસેલ

591

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષક અશોક કુમારે ભાવનગર રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ હોય અને જેના ભાગ રૂપે આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, જેસર પો.સ્ટે. અપહરણનાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભરતભાઇ ખોડાભાઇ ચાવડા ઉ.વ.૩૦ રહેવાસી જેસર, ફુલવાડી વિસ્તાર વાળાને ટાણા ગામના બસ સ્ટેન્ડ નજીક દિહોર ગામ રોડ ઉપરથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં આર.આર.સેલના હેડ કોન્સ. બાબાભાઇ હરકટ તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા એઝાજખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

Previous articleરજવાડી મજરલોડ નાની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી આરઆરસેલ
Next articleઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાણપુરની ગોમા નદીમાં નવા નીર આવ્યા