બરવાળા નગરપાલિકાની પ્રમુખના હોદા માટેની ચુંટણી યોજાઈ હતી જેમાં બરવાળા સહીત બોટાદ જિલ્લાના રાજકીય આગેવાનો,નગરજનો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચુંટાઈ આવેલા પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.
બોટાદ જીલ્લાની બરવાળા નગરપાલિકાના ખાલી પડેલા પ્રમુખના હોદા માટે આજ રોજ બપોરના ૧૨ કલાકે નગરપાલિકાના સભાખંડમાં એમ.આર.વસાવા પ્રાંતના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં બરવાળા નગરપાલિકાના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ૨૩ સભ્યો હાજર રહ્યા હતા જયારે કોંગ્રેસના ૧ સભ્ય ગેરહાજર રહ્યા હતા ચુંટાયેલા સભ્યો હાજર થતા પ્રમુખ અધિકારી દ્વારા ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતાપસંગભાઈ ખોડુભાઈ બારડને મેન્ડેડ આપવામાં આવતા પ્રમુખના હોદા માટે ઉમેદવારી નોંધાવી હતી જયારે અન્ય કોઈ સભ્યો દ્વારા ઉમેદવારી ન નોંધાવતા બરવાળા નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રતાપસંગભાઈ ખોડુભાઈ બારડ બિન હરીફ ચૂંટાઈ આવતા ચુંટાયેલા સભ્યો દ્વારા ચુંટણીના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બાઘાભાઈ મોરી બ્રીજરાજસિંહ ઝાલા, જામસંગભાઈ પરમાર, ભાવસંગભાઈ તલસાણીયા સહિતના રાજકીય આગેવાનો,નગરજનો તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
















