પ્રભાસ અને શ્રદ્ધાની ફિલ્મ હવે અક્ષયની સાથે ટકરાશે

703

શ્રદ્ધા કપુર અને બાહુબલી  ફિલ્મના અભિનેતા પ્રભાસની જોડી હવે નવી ફિલ્મ સાહોમાં નજરે પડનાર છે.

આ ફિલ્મ ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ ઉત્સુકતા ચાહકો વચ્ચે વધી ગઇ છે. આની સાથે જ ફિલ્મની રજૂઆતને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર થતા એક બાબત નક્કી થઇ ગઇ છે કે આ ફિલ્મની ટક્કર હવે અક્ષય કુમારની મંગલ મિશનની સાથે થનાર છે. ફિલ્મ ૩૦૦ કરોડના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવી છે.  આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે.

પ્રભાસ અને શ્રદ્ધા ફિલ્મમાં સાથે દેખાશે તેવા હેવાલ આવ્યા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે.આ ફિલ્મ ત્રણ ભાષામાં બની રહી છે.  જેથી ઉત્સુકતા વધી ગઇછે. હવે મળેલી માહિતી મુજબ ફિલ્મમાં અનેક હિન્દી ફિલ્મોના ટોપ સ્ટાર કામ કરવા જઇ રહ્યા છે. જેમાં જેકી શ્રોફ, ચંકી પાન્ડે અને મહેશ માંજરેકર કામ કરી રહ્યા છે. ટીનુ આનંદ પણ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં વિજય કુમારના પુત્ર અને પ્લે બેક સિંગર અરૂણ વિજય પણ કામ કરનાર છે. ફિલ્મમાં મલયાલમ સ્ટાર મિસ્ટર લાલ પણ કામ કરી રહ્યો છે. ઉપરાંત નીલ નિતિન મુકેશની પણ ભૂમિકા છે. આફિલ્મ હાઇટેક એક્શન ડ્રામાં ફિલ્મ છે. ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં બની રહી છે.  ફિલ્મમાં હાઇટેક એક્શન સીન રાખવામાં આવ્યા છે. ફિલ્મની પટકથા સુજીતે લખી છે. નિર્દેશનની જવાબદારી પણ તે પોતે અદા કરી રહ્યા છે.

દેશભરમાં બાહુબલી નામથી પ્રભાસ વધારે ઓળખાય છે. તે ફિલ્મ જગતના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે.શ્રદ્ધા કપુરને પણ મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. ફિલ્મ શ્રદ્ધા કપુર માટે ઉપયોગી છે. પ્રભાસ સાથે ફિલ્મ આવ્યા બાદ શ્રદ્ધા કપુરની કેરિયરમાં તેજી આવી શકે છે.

Previous articleઅક્ષયની ફિલ્મમાં એક સાથે ૩ અભિનેત્રીઓ ચમકશે
Next articleઅનુષ્કા શર્મા ફિલ્મી કેરિયર આગળ વધારવા માટે તૈયાર