વલભીપુર દવાખાના સામે પાર્કીંગ રૂમનો સ્લેબ ધરાશાયી

771

વલભીપુર શહેર ખાતે ગઈકાલે સીઝનનો સારો વરસાદ પડતા જ વલભીપુર સરકારી દવાખાના ગેટમાં આગળના ભાગમાં સંકલીત બાળ વિકાસ કેન્દ્ર જે આંગણવાડીની કચેરી આવેલ છે. તેમની સામે જ મોટર વાહન રાખવા માટે મોટો રૂમ બનાવેલ હતો જે ખુબ જર્જરીત હોય પણ જવાબદાર તંત્રની બેદરકારીના કારણે વરસાદના કારણે સ્લેબ ધરાશાઈ થવા પામ્યો હતો. તેમજ આ સરકારી દવાખાના ખાતે પણ અમુક મિલ્કતો જર્જરીત હોય તે પણ જાનહાની કે નુકશાન થવાની શક્યતાઓ સેવાઈ રહી હોય આ બાબતે કાર્યવાહી પણ જરૂરી બની છે.

Previous articleરેઢીયાર ઢોરથી ફફડતી દામનગરની પ્રજા શાસકો બેફીકર પ્રજા ભગવાન ભરોસે
Next articleસેન્ટ્રલ સોલ્ટ ખાતે જમીન અને પાણી પરીક્ષણ કાર્યક્રમની શરૂઆત