બોલિવુડના ખિલાડી ગણતા અક્ષય કુમારની ફિલ્મો હાલમાં સારી સફળતા મળી રહી છે. તેની ફિલ્મો સરેરાશ સફળ રહી છે. અક્ષય કુમાર હવે એક નવી ફિલ્મમાં સલમાન ખાનની ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. અક્ષય કુમારની તમામ ફિલ્મોને સફળતા મળ્યા બાદ હવે તે મશાલા ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. અક્ષય કુમાર હવે અનીસ બાઝમીની સુપરહિટ ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ તે આ ફિલ્મમાં સલમાનની ભૂમિકાને અદા કરવા જઇ રહ્યો છે. મુળ ફિલ્મમાં સલમાન ખાને રોમેન્ટિક ભૂમિકા અદા કરી હતી. હવે તેનીટ્ઠ ભૂમિકા નવી ફિલ્મમાં અક્ષય કુમાર અદા કરનાર છે. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ બનાવાશે. ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યુ છે. ફિલ્મના કાસ્ટિગને લઇને ચર્ચા ચાલી રહી છે.

















