પુરીમાં જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ, દેશભરમાં ઉત્સવ જેવો માહોલ

349

પુરીની સાથો સાથ આજે દેશભરમાં જગન્નાથજીની રથયાત્રાને લઈ અનેરો માહોલ જોવા મળ્યો હતો. મુંબઈ, કોલકત્તા, ગૌહાટી,  લખનૌ સહિત દેશભરમાં આજે જગન્નાથજીની રથયાત્રાને લઈ પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે આજથી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ છે. આ યાત્રા સાથે જોડાયેલી તમામ તૈયારીઓ સમયસર પૂરી થઈ ગઈ હતી. કોઈ પણ ભક્તને રથયાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ના પડે તે માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રા હિંદુઓ માટે ધાર્મિક રીતે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ વિષ્ણુનો ૮મો અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે.

જગન્નાથ રથ ઉત્સવ ૧૦ દિવસ સુધી મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અષાઢ શુક્લ દ્વિતીયએ જગન્નાથપુરીમાં પ્રારંભ થાય છે અને દશમી તિથિએ સમાપ્ત થાય છે.

આ દરમિયાન રથયાત્રામાં સામેલ હોવા સમગ્ર દેશમાંથી લાખો શ્રદ્ધાળુ પહોંચે છે.

રથયાત્રામાં સૌથી આગળ તાલ ધ્વજ પર શ્રી બલરામ, તેમની પાછળ પદ્મ ધ્વજ રથ પર માતા સુભદ્રા તેમજ સુદર્શન ચક્ર અને અંતમાં ગરૂણ ધ્વજ પર શ્રી જગન્નાથજી સૌથી પાછળ ચાલે છે.

Previous articleઆર્થિક સર્વે : ૭ ટકાનો ગ્રોથ રેટ રહેવા માટેનો રજૂ થયેલ અંદાજ
Next articleઅપેક્ષા-આશાની વચ્ચે આજે નવી સરકારનુ પ્રથમ બજેટ રજૂ કરાશે