જાફરાબાદમાં ભાજપની સંગઠન સદસ્યતા અભિયાન બેઠક યોજાઇ

350

જાફરાબાદ ખાતે માજી કૃષિમંત્રી વી.વી.વઘાસીયાના અધ્યક્ષસ્થાને શહેર તાલુકા ભાજપ સંગઠન સદૃશ્યતા અભિયાન બાબતે અગત્યની બેઠક મળી શહેર તાલુકાના અગ્રણીઓની ઉપસ્થિતિ રહેલ.

જાફરાબાદ ખાતે માજી રાજ્ય કૃષિમંત્રી વી.વી.વઘાસીયાની અધ્યક્ષતામાં ભાજપ સંગઠન બાબતે સદૃશ્યતા અભિયાન કઇ રીતે સાનુકૂળ પડે તે માટે શહેર તાલુકાના આગેવાનોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલ જેમા ંભાજપ જિલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણ, મંત્રી ચેતનભાઇ શિયાળ, નગરપાલિકા પ્રમુખ સ્થાનેથી સરમણભાઇ બારૈયા, પુનાભાઇ ભીલ જિલ્લા પંચાયત, ભાજપ તાલુકા પ્રમુખ દિનેશભાઇ ત્રિવેદી, મહામંત્રી ડા.ભાલાળા, મંત્રી છગનભાઇ મકવાણા, કનુભાઇ વરૂ, જીતુભાઇ મકવાણા, કુલદીપભાઇ વરૂ, હરેશભાઇ મકવાણા, યુવા ટીમ બાબરકોટ સહિતની ઉપસ્થિત રહેલ.