વલ્લભીપુર સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સના ડ્રાઇવર જસપાલસિંહ ગોહિલની પ્રેરક પ્રમાણિકતા

664

વલ્લભીપુર શહેર ખાતે આવેલ સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સના ડ્રાઇવર જસપાલસિંહ ગોહિલની પ્રેરક પ્રમાણિકતા જોવા મળી હતી. આજરોજ વલ્લભીપુર ખાતે ડિલીવરીના કેસના પચ્છેગામના દર્દી ચેતનાબા દિગ્વીજસિંહ ગોહિલને ભાવનગર દવાખાના ખાતે રીફર કરેલ જેમાં દર્દી અને તેમના સંબંધીઓ દોડધામમાં પોતાનું પાકીટ જેમાં રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના વગેરે અન્ય કિંમતી વસ્તુઓ હતી. જે એમ્બ્યુન્સમાં પડી ગયેલ હતી ત્યારે વલ્લભીપુર દવાખાનાની એમ્બ્યુલન્સ સફાઇ કરતા હતા ત્યારે તે સમયે આ પાકીટ મળેલ જેમાં કિંમતી વસ્તુઓ હતી. જેને લઇ તાત્કાલીક દર્દીના પરિવારજનોનો સંપર્ક કરેલ અને કિંમતી વસ્તુ પાછી આપેલ. ભૂતકાળમાં પણ અનેક દર્દીઓને કિંમતી વસ્તુઓ પરત કરેલ છે. ત્યારે દર્દીના પરીવારને રૂબરૂ દવાખાને બોલાવી ડોકટર સોલંકી તથા ડ્રાઇવર જસપાલસિંહએ પાકીટ પાછુ આપેલ.

Previous articleરાજુલા પો.સ્ટે.ના નિવૃત્ત થતા ૩ કર્મીનો વિદાય સમારોહ યોજાયો
Next articleભાવનગરમાં વરસાદી માહોલ યથાવત : પોણો ઇંચ ખાબક્યો