પોતાના હિત ખાતર દેશનું અહિત ન કરવું જોઇએ – પૂ.રમેશભાઇ ઓઝા

386

રાજુલા શહેરમાં આજે પ્રસિદ્ધ મારૂતિધામ હનુમાનજી મંદિરને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં વેપારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂજ્ય રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે આપણા ૧૦૦ રૂપિયાના હિત માટે દેશનું ૧૦૦૦ રૂપિયાનું અહિત ન કરવું જોઇએ. આ દેશમાં સમજદારી લોકતંત્ર મજબુત છે માટે શિક્ષણની તાતી જરૂરીયાત છે વધુમાં જણાવ્યું હતું કે આ દેશ સંસાધનોથી ભરપૂર છે. આ દેશ ગરીબ નથી. પણ લોકોએ નેતાઓએ જાગૃત થવાની જરૂર છે. તેમ કહી મર્મ સમજાવ્યો હતો.

આ રોડની પૂજા કરી ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે પૂજ્ય ભાઇજી દ્વારા ધર્મસભા આયોજનમાં નેતાઓને ચાબખા માર્યા હતા. આજના ખાતમુહૂર્ત પ્રસંગે મારૂતિ ધામના રામ રોટી વાળા કે આખા ગામમાંથી રામરોટી માંગીને હજારો સાધુ અપાહીજ લુલા-લંગડાઓને અન્ન પીરસે છે. ઘણાં વર્ષોથી સેવા બજાવતા મહંત પ્રભુદાસ બાપુ ધારાસભ્ય અંબરીષભાઇ ડેર, કિશોરભાઇ ધાખડા, ઉપપ્રમુખ કનુભાઇ ધાખડા, માજી પ્રમુખ ભરતભાઇ સાવલીયા, બાબુભાઇ જાલોધરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઇ વોરા તેમજ મુસ્લિમ સમાજ પણ ઉપસ્થિત રહેલ.