અમરનાથ યાત્રા : ૮ દિ’માં એક લાખથી વધુ દ્વારા દર્શન

445

અમરનાથ યાત્રા સાનુકુળ વાતાવરણમાં ચાલી રહી છે. છેલ્લા આઠ દિવસના ગાળામા જ હજુ સુધી એક લાખથી વધારે શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. આજે ૫૯૬૪ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. કાશ્મીર ખીણ માટે જમ્મુથી આ ટીમ રવાના કરવામાં આવી હતી. આજની તારીખ સુધી ૧૧૧૬૯૯ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી જ શ્રદ્ધાળુઓમાં બારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૪૫ દિવસ સુધી યાત્રા ચાલનાર છે. અમરનાથ યાત્રા રક્ષા બંધનના દિવસે પૂર્ણ થનાર છે. સોમવારના દિવસે કાયદો અને વ્યવસ્થાના કારણોસર અમરનાથ યાત્રા મોકુફ રાખવામાં આવી હતી. આજે સવારમાં તમામ શ્રદ્ધાળુઓ બે કાફલામાં ભગવતી નગર નિવાસ ખાતેથી રવાના થયા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ પૈકી ૧૯૬૭ શ્રદ્ધાળુઓ બાલટાળ બેઝ કેમ્પ માટે રવાના થયા છે. જ્યારે ૩૯૯૭ શ્રદ્ધાળુઓ પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા છે. હેલિકોપ્ટરની સેવા પણ તમામ શ્રદ્ધાળુઓ માટે ઉપલબ્ધ છે. બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે.

તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. અમરનાથ યાત્રાની શરૂઆત થયા બાદથી સતત  વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે.. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

Previous article૮ ધારાસભ્યોના રાજીનામા કાયદાકીય રીતે યોગ્ય નથી
Next articleબિહારમાં ચમકી તાવનો આતંકઃ વધુ છ બાળકોના મોત,૨૨ સારવાર હેઠળ