અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી પોલીસ

397

આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીરાહે આધારે મહુવા પો.સ્ટે.ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મુકેશભાઇ બાલાભાઇ શીયાળ ઉ.વ.ઃ-૨૨ રહેવાસી- ટોકરીયા મહાદેવ, ખરેડ ગામ, તા.મહુવા વાળાને પીંગળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.