રવિ શાસ્ત્રીનો મોટો ખુલાસો, ‘ધોનીને ચાર નંબર પર ન ઉતારવાનો નિર્ણય ટીમનો હતો’

533

વર્લ્ડકપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળ્યા બાદ પ્રથમ વખત કોચ રવિ શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. કોચ શાસ્ત્રીએ કહ્યું કે, એક મજબૂત ચોથા નંબરના બેટ્‌સમેનની ખોટે મોટું અંતર ઉભું કર્યું. એક સમાચાર પત્રક સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, મિડલ ઓર્ડરમાં એક મજબૂત બેટ્‌સમેનની જરૂરત હતી. આ એક જ વસ્તુ હતી જે હંમેશા અમારા માટે સમસ્યા હતી પરંતુ તેને ખત્મ ન કરી શક્યા.

સેમી ફાઈનલ મેચમાં ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને પૂછવામાં આવેલ સવાલ પર શાસ્ત્રીએ કહ્યું, “આ ટીમનો નિર્ણય હતો. આ ખૂબજ સરળ નિર્ણય હતો અને બધાની સહમતીથી હતો. તમે ઈચ્છતા હાત કે ધોની ઝડપતી બેટિંગ કરવા આવે અને આઉટ થઈ જાય. તેનાથી ટાર્ગેટ મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ જાત. અમને તેના અનુભવની બાદમાં જરૂરત હતી. ધોની સૌથી શાનદાર ફિનિશર છે અને તેનો ઉપયોગ એ રીતે ન કરવો એ મોટી ભૂલ હોત. આ વાતને લઈને સમગ્ર ટીમ સ્પષ્ટ હતી.”

રવિ શાસ્ત્રીએ ધોનીના વખાણ પણ કર્યા. તેમણે કહ્યું, “તે શાનદાર હાત. તેમનું માનસિક સંતુલન પણ લાજવાબ હતું. એક વાત તમને જણાવી દઉ. જો તે રન આઉટ ન થયા હોત તો તેના દિમાગમાં પૂરું ગણિત ચાલી રહ્યું હતું.

Previous articleવિમ્બલ્ડન ૨૦૧૯ : સેરેના ૧૧મી વખત ફાઇનલમાં, આજે હાલેપ સામે ટક્કર
Next articleભારત-પાકિસ્તાન મેચમાં ઉપયોગમાં લેવાયેલો બોલ ૧.૫૦ લાખમાં વેચાયો