રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા રાણપુર ખાતે વૃક્ષારોપણ કરાયું

361

વરસાદ ઓછો પડતો હોય પાણીની વિકટ સમસ્યા હોય અને સુકી ભઠ્ઠ જમીનને હરીયાળી બનાવવાના માટે  તથા પ્રકૃતિના રક્ષણ માટે, ગ્લોબલ વોર્મિંગ સામે મોટા પાયે વૃક્ષારોપણ ના કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સહયોગથી વૃક્ષા રોપાણ કરવામાં આવ્યુ હતુ.જેમાં રાણપુર તથા રાણપુર તાલુકાના બરાનીયા, દેવળીયા, કનારા, ખોખરનેશ, અલમપુર જેવા ગામોમાં ભારતીય વૃક્ષો જેવા કે ઉમરો, વડ, જાંબુડો,બીલી, કણજી, શેતુર, લીમડો, ગુલમહોર, જંગલી આસોપાલવ, સપ્તપરણી, બોરસલી જેવા વિવિધ વૃક્ષો નું મોટા પ્રમાણમાં રોપાણ કરવામાં આવ્યા હતુ.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ યુવા કેંન્દ્ર ના યુવાનો નો પણ સહયોગ રહ્યો હતો.