રાજુલા ગાયત્રી શક્તિપીઠ ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો

1040

રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પોર્ટના આર્થિક સહયોગથી સુદર્નશન નેત્રાલય દ્વારા નેત્ર નિદાન ઓપરેશન વિનામુલ્યે હોમીયોપેથીક કેમ્પ યોજાયો. જેમાં ૩૭પ દર્દીઓએ લાભ લીધો હતો.

રાજુલા શક્તિપીઠ ખાતે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પોર્ટના આર્થિક સહયોગ તેમજ સુદર્નશન નેત્રાલય અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તેમજ હોમીયોપેથીક સહિત  કુલ ૩૯પ દર્દીઓએ લાભ લીધો જેમાં વિનામુલ્યે આંખના મોતીયાના ઓપરેશન માટે ૯૦ દર્દીઓને અમરેલી ખાતે વિનામુલ્યે લાવવા લઈ જવા સુધી તેમજ ૧૧૭ દર્દીઓને પ્રાથમિક સારવાર તેમજ દવાઓ પણ અપાઈ તેમજ બપોરે ગાયત્રીમાંના પ્રસાદનું પણ આયોજન થયું તેમજ હોમીયોપેથીકના ૧૦૪ દર્દીઓને ડો. વિશાલ દોષી દ્વારા વિનામુલ્યે ત્રણ મહિનાના કેસ અન્વયે તપાસી સારવાર દવાઓ અપાઈ આ ભગીરથ સેવા યજ્ઞમાં પીપાવાવ પોર્ટના અધિકારીઓ સુદર્નશન નેત્રાલયના કીર્તીભાઈ ભટ્ટ, સાથે ડોકટર સ્ટાફ તેમજ ગાયત્રી પરિવાર ટ્રસ્ટના રમણીકભાઈ ગોરડીયા, સેક્રેટરી ભુપતભાઈ જોષી, કિશોરભાઈ મહેતા, બીપીનભાઈ લહેરી, વનરાભાઈ, ગોવિંદભાઈ, કે.જી.ગોહિલ, ભરતભાઈ, વાણીયાભાઈ, મધુબેન આહીર, આશાબેન આચાર્ય, રેખાબેન ઠાકર, તીર્થભાઈ, તેમજ હરેશભાઈ સહિત ગાયત્રી પરિવારે આ કેમ્પને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવેલ.

Previous articleરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા રાણપુર ખાતે વૃક્ષારોપણ કરાયું
Next articleચંદ્રગ્રહણ નિમિત્તે સાળંગપુર મંદિરે પુજા, ભોજન બંધ રહેશે