ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી લેતી એલસીબી

538

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહરે વિસ્તારમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં હેડ કોન્સ જીવણભાઇ આહિર  તથા નરેશભાઇ બારૈયા ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર એસ.ટી.બસ સ્ટેશન પાસે .એક ઇસમ સીલ્વર કલરનું મો.સા. સાથે ઉભેલ છે. અને તે મો.સા. ચોરી કરેલાનું જણાય છે. જે હકિકત આઘારે સદર જગ્યા ઉપર જઇ વેરફાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું નામ સરનામું પુછતા સુલતાનભાઇ રહીમભાઇ મહેતર ઉવ.૩૨ રહે. મહુવા મોચી ચોક મુળ ગામ પાલીતણા પરીમલ સોસાયટી વાળો હોવાનું જણાવતા તેને  પકડી તેની કબ્જામાં એક સીલ્વર કલરનું હિરો કંપનીનું  મો.સા. મળી આવતા જે મો.સા.ના આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા જેનો કિ.રૂ.૨૫૦૦૦/-ગણી  શક પડતી મિલકત ગણી કબ્જે કરેલ અને આગળની કાર્યવાહી માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.મજકુર ઇસમની પુછ પરછ કરતા સદરહું મો.સા. આજથી એકાદ વર્ષ પહેલા મહુવા થી ભાવનગર આવેલ ત્યારે સરકારી દવાખાના ઉપરથી સદરહું મો.સા ચોરી કરી લઇ ગયેલ જે બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાયેલ છે.

Previous articleચોરીનાં આરોપીને ઝડપી લેતી એલસીબી
Next articleનારી ગામે રહેણાંકી વિસ્તારમાં ફટાકડા રાખી વેંચાણ કરતા શખ્સને ઝડપી લેતી એસઓજી