બરવાળા ખાતે સામાજીક ન્યાય સમિતિની બેઠક મળી

526

બરવાળા તાલુકા પંચાયત ખાતે સામાજીક ન્યાય સમિતિની બેઠક મળી જેમાં વિરેન્દ્રભાઈ ખાચર (પ્રમુખ તાલુકા પંચાયત) વસંતબેન પરમાર (ચેરમેન સામાજીક ન્યાય સમિતિ) આર.સી.મકવાણા (તાલુકા વિકાસ અધિકારી) જલદીપભાઈ મુંધવા,રમેશભાઇ કતપરા સહીતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા ખાતે તાલુકા પંચાયત સભા ખંડમાં તા.૧૭/૦૭/૨૦૧૯ ના રોજ બપોરના ૨-૦૦ કલાકે બરવાળા તાલુકાની સામાજીક ન્યાય સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં તાલુકાના ગામોના અનુસુચિત જાતિના લોકોના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ તે અંગેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા જેમાં અનુસુચિત જાતિના લોકોને આંબેડકર આવાસ યોજના, દલિત વિસ્તારોમાં રોડ,રસ્તા,પાણીની સુવિધા મળી રહે તે અંગે ઉપસ્થિત હોદેદારો દ્વારા વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Previous articleતળાજાની આરાધ્યા સ્કુલમાં વાલી સંમેલનનું આયોજન
Next article૧૦૧ વૃક્ષો વાવી જન્મદિન ઉજવતા વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ