૯મીએ મેઘાણી ઓડીટોરીયમમાં કથ્થક વિશારદ રંગમંચ પ્રસ્તુતિ

92

ભાવનગરની જાણીતી સંસ્થા કલાક્ષેત્ર દ્વારા નૃત્યુની તાલીમ લઈ વિશારદ થનાર ૮ દિકરીઓનો કથ્થક વિશારદ રંગમંચ પ્રસ્તુતિનો કાર્યક્રમ કોવિડ ગાઈડલાઈન અને માત્ર આમંત્રિતોની ઉપસ્થિતીમાં યોજાશે. ગુરૂ જીગરભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં તૈયાર થયેલ ધ્રૃવિશા મહેતા, ગ્રિવા અંધારીયા, આયુષી દેશાઈ, આશકા કામદાર, પ્રગતિબા ગોહિલ, ક્રિશ્ના ગઢવી, અનુજા ભટ્ટ અને ઐશી દત્તા કથ્થક વિશારદની પદવી અન્વયે રંગમંચ પ્રસ્તુતિ કરશે.