ખોડીદાસ પરમાર આટઁ ફાઉન્ડેશન આયોજિત ચિત્ર-ફોટોગ્રાફી

95

હરીફાઈ કમ પ્રદશઁન નુ આયોજન તા- ૮ અને ૯ જાન્યુઆરી- ૨૦૨૨ ના રોજ ખોડીદાસ પરમાર આટઁ ગેલેરી,સરદારનગર ખાતે યોજાયેલ છે. ઊદઘાટન તા- ૮ ને સવારે ૧૦ કલાકે ભાવનગરના સિનીયર આટીઁસ્ટ ડૉ.અશોકભાઈ પટેલ, અશોકભાઈ પંડયા,રમેશભાઈ ગોહિલ,અને અજયભાઈ ચૌહાણ ના હસ્તે કરવામાં આવશે.જ્યારે ઈનામ વિતરણ કાર્યક્રમ તા-૯ ને રવિવારે સાંજે ૬ કલાકે રહેશે.શ્રી ગિરીશભાઈ શેઠ,શ્રીતેજશભાઈ શેઠ, અમીતભાઈ મહેતા, સતીષભાઈ મહેતા તથા સિનીયર કલાકાર શ્રી ઉષાબેન પાઠક,શ્રી સુમેન્દૃભાઈ સરવૈયા ના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવશે.તો આપ સૌ ભાવનગર ની કલાપ્રિય જનતા અને કલાકારો હાજરી આપશો.ઈનામ વિતરણ પુરૂ થયા બાદ સૌ ચિત્રકારો તેમજ ફોટોગ્રાફસઁ પોત પોતાના ચિત્રો અને ફોટોગ્રાફસ ગેલેરી પરથી જ પરત લઈ જવના રહેશે.