ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આગામી ત્રણ દિવસ આકાશમાંથી પસાર થશે

131

તા.૧૦ મી વહેલી સવારે, તા.૧૨અને ૧૪ના રોજ સાંજે સાડા સાત પછી : આકાશમાં ૪૦૦ કિ.મી. ઉંચાઈએ હોવા છતાં નરી આંખે જોઈ શકાશે
રાજયના લોકોને તા . ૧૦ મી વહેલી સવારે અને તા . ૧૨ અને મકરસંક્રાંતિ તા . ૧૪ મી સાંજે સાડા સાત કલાક પછી તુરંત આકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આહલાદક જોવા મળશે. જાથાના રાજય ચેરમેન – એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજયના લોકો તા . ૧૦ મી સોમવાર વહેલી સવારે ૬ કલાક અને ૧૪ મિનિટથી ઉત્તર – વાયવ્ય પ્રારંભ થઈને પૂર્વ દિશામાં સવારે ૬-૧૭ અગ્નિ કોણમાં ૬ કલાક ને ૨૨ મિનિટે અસ્ત થતું જોવા મળશે જયારે બુધવાર તા.૧૨ મી સાંજે ૭ કલાક ને ૩૫ મિનિટથી ૭ કલાકને ૩૯ મિનિટે નૈૠત્ય અને દક્ષિણ અને અગ્નિ કોણની વચ્ચે જોઈ શકાશે. તા.૧૪ મી મકરસંક્રાંતિ શુક્રવારે સાંજના ૭ કલાક ૩૭ મિનિટથી ૭ કલાક ૪૨ મિનિટ સુધી અગ્નિ કોણ દિશામાં આકાશની મધ્યે સ્પેશ શટલ પસાર થતું જોવા મળશે.સમગ્ર રાજયમાં સામાન્ય સેકન્ડ , મિનિટના તફાવત વચ્ચે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થતું જોવા મળશે . લોકો આકાશ તરફ નજર કરતાં થાય તે માટે વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે સ્પેશ શટલનનું નિયમિત પરિભ્રમણ હોય છે. દિવસે સૂર્યપ્રકાશના કારણે જોઈ શકાતું નથી. ૯૦ મિનિટમાં પૃથ્વીનું પરિભ્રમણ કરે છે આગામી સોમવાર, બુધવાર અને શુક્રવારે સ્પેશ શટલની આકાશમાં ચળકાટ, તેજસ્વીતા, પ્રકાશના કારણે પસાર થતી વખતે નરી આંખે જોઈ શકાય છે . સાડા ચાર લાખ કિલોગ્રામ વજનનું અવકાશ મથક પ્રતિ કલાક ૨૮,૮૦૦ કિલોમીટર ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરી લે છે. ૪૧૯ ટન વજન ધરાવતા આઈ.એસ.એસ. માં અવકાશયાત્રીઓ ઝીરો ગ્રેવીટી, વાતાવરણ નથી અને તાપમાન પણ ૨૦૦ ડિગ્રીનો તફાવત છે . પૃથ્વી ઉપરથી દરરોજ સ્પેસ સેન્ટર નીકળે છે . સ્પેશ નજીક અંતરથી આહલાક તેજસ્વીતાના કારણે જોઈ શકાય છે . સ્પેસ સેન્ટરની લંબાઈ ફુટબોલના મેદાન જેટલી છે .

Previous article૯મીએ મેઘાણી ઓડીટોરીયમમાં કથ્થક વિશારદ રંગમંચ પ્રસ્તુતિ
Next articleમોડેલ ડે સ્કૂલ સણોસરામાં યોજાઇ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન શિબિર