વિન્ડીઝ પ્રવાસ : કોહલી અને રોહિત સહિતના બધા રમશે

430

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે આવતીકાલે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ આઇસીસી વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચમાં હાર થયા બાદ તમામ દિગ્ગજ રમવા માટે ઇચ્છુક દેખાઇ રહ્યા છે. જેથી હવે કોઇને આરામ આપવામાં આવનાર છે. એકમાત્ર ઝડપી બોલર જશપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. બીજી બાજુ મહેન્દ્ર સિંહ ધોનીને બે મહિના માટે આરામ આપવામાં આવી શકે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પીઠમાં દુખાવાના કારણે પરેશાન છે.

તમામની નજર પસંદગીકારોની બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે.આવતીકાલે શુક્રવારના દિવસે પાંચ સભ્યોની પસંદગી સમિતી દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વિન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમની પસંદગી કરવામાં આવનાર છે. કેરેબિયન પ્રવાસ એક મહિના સુધી ચાલનાર છે. ત્રીજી ઓગસ્ટથી લઇને ચોથી સપ્ટેમ્બર દરમિયાન આ પ્રવાસ ચાલશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે અને ત્રણ ટ્‌વેન્ટી મેચો રમશે. ધોનીએ પસંદગીકારો અથવા તો ટીમ મેનેજમેન્ટ સાથે પોતાના ભાવિને લઇને કોઇ વાત કરી નથી.

ધોની ઉપરાંત પસંદગીકારો ચાવીરુપ ખેલાડીઓ ઉપર વર્કલોડને ઘટાડવા ઇચ્છુક છે. જસપ્રિત બુમરાહ, વિરાટ કોહલી અને અન્ય કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવે છે કે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી. જો કે તમામ મોટા ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કેટલાક એવા હેવાલ પણ આવી રહ્યા છે કે કોહલી અને બુમરાહને વનડે, ટ્‌વેન્ટી અને ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવનાર છે.  રોહિત શર્માને પણ આરામ આપવામાં આવી શકે છે. શિખર ધવન અને વિજય શંકરના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. ટીમ મેનેજમેન્ટ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે કેટલાક મુદ્દા પર મતભેદો પણ છે. વિશ્વ કપમાં અપેક્ષા કરતા નબળો દેખાવ સેમીફાઇનલમાં રહ્યા બાદ નિરાશા ચોક્કસપણે રહેલી છે.    આઈપીએલની જુનિયર ટીમ મુંબઈ ઇન્ડિયન્સ માટે ૧૦ મેચો રમનાર અને વર્લ્ડકપમાં સામેલ થયા બાદ જસપ્રિત બુમરાહ વનડે અને ટ્‌વેન્ટી ટીમમાં રમ્યો ન હતો પરંતુ તે પણ ટેસ્ટ મેચમાં રમવા માટે ઇચ્છુક છે. હાર્દિક પંડ્યા પણ હાલ અસ્વસ્થ થયેલો છે જેથી સિરિઝના પ્રથમ હિસ્સામાં તે સામેલ રહેશે નહીં પરંતુ વર્લ્ડકપ રમી ચુકેલા બાકી ખેલાડીઓ વિન્ડિઝમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. ટીમ મેનેજમેન્ટ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે કોઇ ખેંચતાણ નથી. ધોનીનો સમાવેશ કરાશે કે કેમ તેને લઇને સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે. મળેલી માહિતી મુજબ ધોનીને આરામ આપવાની યોજના થઇ રહી છે.

Previous articleરીમાન્ડ પર રહેલા આરોપીને ઘરે મોકલતા પીએસઆઇ સામે ફરિયાદ
Next articleટાબોર એથ્લેટિક્સ ટુર્નામેન્ટઃ હિમા દાસે ૨૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો