અયોધ્યા કેસમાં રોજ સુનાવણી કે વાત તે અંગે બીજીએ ફેંસલો

415

રાજકીયરીતે સંવેદનશીલ રામજન્મભૂમિ -બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં દરરોજ  સુનાવણી થશે કે પછી વાતચીત મારફતે રસ્તો ખુલશે તે અંગે સુપ્રીમ કોર્ટ બીજી ઓગસ્ટના દિવસે ફેંસલો કરશે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટિને ૩૧મી જુલાઈ સુધી અંતિમ રિપોર્ટ જમા કરવા માટે આદેશ કરી દીધો છે. અંતિમ રિપોર્ટ મળી ગયા બાદ દરરોજ સુનાવણી કરાશે કે કેમ તે અંગે નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, મધ્યસ્થતા પેનલ ૩૧મી જુલાઈ સુધી વાતચીત જારી રાખી શકે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા ૧૧મી જુલાઈના દિવસે આ અંગે રિપોર્ટ માંગ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરતી વેળા કહ્યુ હતુ કે તેને જસ્ટીસ એફએમ કલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની પેનલનો હેવાલ મળી ગયો છે. કોર્ટ દ્વારા રિપોર્ટમાં અભ્યાસની કામગીરી ચાલી રહી છે. પેનલને ૩૧મી જુલાઇ સુધી વાતચીત જારી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. અત્રે નોંધનીય છે કે જટિલ મામલામાં ફેંસલાને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.કોર્ટે પહેલા ૨૫મી જુલાઇના દિવસે સુનાવણી કરવા માટેની તારીખ નક્કી કરી હતી. હવે કોર્ટે બીજી ઓગષ્ટના દિવસે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે.સુપ્રીમ કોર્ટે ૧૧મી જુલાઇના દિવસે મામલાની સુનાવણી કરી હતી. એ દિવસે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની પ્રક્રિયાને ખતમ કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. અયોધ્યા મામલામાં હિન્દુ પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે અરજી દાખલ કરીને દલીલ કરી હતી કે મધ્યસ્થતાને લઇને કરવામાં આવેલા પ્રયાસોથી કોઇ ખાસ પ્રગતિ થઇ નથી. જેથી આ પ્રક્રિયાને રોકીને કોર્ટ મામલાની વહેલી તકે સુનાવણી કરે તે જરૂરી છે. સીજેઆઇ રંજન ગોગાના નેતૃત્વમાં બંધારણીય બેંચે મધ્યસ્થતા પેનલને વચગાળાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થતાની પ્રક્રિયાને ખતમ કરવામાં આવશે નહીં.મધ્યસ્થતા પેનલને ભંગ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે અમે મધ્યસ્થતા પેનલની રચના કરી ચુક્યા છીએ. અમને રિપોર્ટનો ઇન્તજાર રહેશે. મધ્યસ્થતા પેનલ પહેલા રિપોર્ટ રજૂ કરે તે જરૂરી છે. સુનાવણી દરમિયાન અરજી કરનારના વકીલ કે. પરાસરને કહ્યુ હતુ કે મધ્યસ્થતાના કોઇ સારા પરિણામ હાંસલ થશે નહીં. જેથી કોર્ટને સુનાવણી માટે તારીખ નક્કી કરવી જોઇએ. બીજી બાજુ મુસ્લિમ પક્ષ તરફથી ઉપસ્થિત થયેલા વકીલ રાજીવ ધવને કહ્યુ હતુ કે આ સમય મધ્યસ્થતા પેનલની ટિકા કરવાનો નથી. ધવને આક્ષેપ કર્યો હતો કે આ અરજી અમને ડરાવવા માટે કરવામાં આવી છે.આ પહેલા સુપ્રીમ કોર્ટે આઠમી માર્ચના દિવસે પૂર્વ ન્યાયાધીશ કલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતીની રચના કરી હતી. જેને મામલાનો સર્વમાન્ય સમાધાન કાઢવા માટે કહેવામાં આવ્યુ હતુ. મામલાની સુનાવણી દરમિયાન સંબંધિત પક્ષોના લોકો હાજર રહ્યા હતા. આજની સુનાવણી પર તમામ લોકોની નજર પહેલાથી જ કેન્દ્રિત

 

Previous articleચન્દ્રયાનને ૨૨મી જુલાઇએ લોંચ કરવા ઇસરોનો નિર્ણય
Next articleકુલભુષણના પરિવાર સાથે સમગ્ર દેશના લોકો ઉભા છે