કુખ્યાત આરોપી બાવરીને હથિયારો સાથે ઝડપી લેતી રાજુલા પોલીસ

1298

નવનિયુક્ત પીઆઇ એ.પી.ડોડીયાએ ચાર્જ સંભાળતા જ દરરોજ ક્રાઇમ બાબતે સોંપો પાડી દીધો દારૂ જુગાર તેમજ બુટલેગરો ભોં ભીતર થયા. જેમાં કુખ્યાત આરોપી જસબીરસિંહ બાવરીને ૧૧ જેટલા ઘાતક હથિયારો સાથે રંગેહાથ પકડી પાડ્યો. નવનિયુક્ત ઇન્ચાર્જ પીઆઇ એ.પી.ડોડીયાએ પકડી પાડ્યો છે. આ અગાઉ જસબીરસિંહ હત્યા, મારામારી, દારૂ સહિત ગુન્હાઓમાં સંડોવાયેલને પકડી પાડતા જનતામાં પ્રશંસનીય કામગીરીને વખાણવા લાયક ગણી છે જો આવો પ્રભાવ કાયમ રહેશે તો રાજુલા શહેર અને તાલુકામાં ક્રાઇમ ૧૦૦ ટકા ખત્મ થઇ જશે જેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Previous articleગુરૂકુળ હાઇસ્કૂલમાં નાણાકીય સાક્ષરતા કેમ્પ યોજાઇ ગયો
Next articleસિહોર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન