ગારિયાધારમાં ૧ ઈંચ તથા પંથકમાં દોઢથી અઢી ઈંચ જેટલો ધીંગો વરસાદ

549

ગારિયાધાર શહેરમાં  લાંબા સમયથી સારા વરસાદની ખેડુતોત થા નગરજનો ચાતક ડોળે રાહ જોઈ રહેલા હતા વળી ગઈકાલના અર્ધા ઈંચ વરસાદ બાદ પણ સતત ઉકળાટ તથા વિજળીના કાડા સહિતનું વાતાવરણ યથાવત રહેલ જયારે વહેલી પરોઢે જ વાતાવરણ એક રસ થઈ વરસાદ ૬ વાગ્યાથી ચાલુ થતા દોઢેક કલાક ચાલુ રહેલ અને શહેરમાં એક ઈંચ તથા પંથકના પરવડી, સુખપર, મોટી વાવડીમાં દોઢથી બે ઈંચ તેમજ પાંચ ઢેબરા, માંગુકા, સુરતીવાસ, પીપળવા, આણંદપુર સહિતના ગામોમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ થયો હોવાના સમાચારો પ્રાપત થયેલ. જયારે આ ગામોમાં વરસાદથી નદી-નાળા છલકાયા હતા તેમજ ખેતરોમાં પણ નીચાણ વાળી જગ્યાઓમાં પાણી ભરાયેલા દેખાયા હતાં. વળી પરવડી ગામે ધીંગો વરસાદ થવાથી મુખ્ય રસ્તો કે જે ગામના પાદરમાંથી  જાય છે તે રસ્તો પાણીની પુષ્કળ આવકને લીધે એક કલાકથી પણ વધુ સમય માટે બંધ થઈગયેલ અને ગારિયાધરથી સણોસરા જવાનો આ માર્ગ થોડાક સમય બંધ રહેલ જેને કારણે રસ્તાની બન્ને સાઈડો પર વાહનોની લાંબી કતારો થયાનું જાણવા મળેલ. જયારે પરવડી ગામનું મુખ્ય તળાવ પણ છલકાયું હતું. જેને કારણે બોરવેલ ધરાવતા ખેડુતો તથા કુવાઓમાં આ પાણીનો લાભ મળવાની આશા ખેડુતોએ જણાવેલ.

Previous articleવરસાદને વિનવવા રાજુલાથી ભંડારિયા સુધીની પદયાત્રા યોજાઈ
Next articleખાંભા શહેર બજરંગદળના પ્રમુખ તરીકે ગોપાલભાઈ બારોટની વરણી