તા.૨૨-૦૭-ર૦૧૯ થી ૨૮-૦૭-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

692

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિ રાહુનો શાપીત દોષ અને પરાક્રમ સ્થાનથી ભાગ્ય સ્થાનમાં અશુભ કાળશર્પયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાની આપી શકે છે. કારણ કે  નસીબનો સહકાર નહીવંત મળે છે. વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વર્ત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગૌચર ગ્રહોનું ભ્રમણ કાર્યોમાં એકાગ્રતા અને હિતેચ્છુએ સાથે વિશ્વાસથી વર્તન કરવાનું કહે છે. મહત્વના નિર્ણયોમાં અન્યની સલાહથી લાભ રહેશે. શનિગ્રહની પનોતીનો સમય છે. તેથી ધીરજથી કાર્ય સફળતા મળશે. ઉતાવળા સ્વભાવનો ત્યાગ કરવો. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાનજીની   કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુ બુધગ્રહ અને શનિગ્રહની દ્રષ્ટિથી મળતો અશુભ શાપીષ દોષ અને સાથે કળશર્પ યોગ પણ છે. તેથી કાલ્પની ભય અને વિચારોમાં નિર્બળતા આત્મવિશ્વાસ નિર્બળ બનાવે છે. જે નિરાશા આપી શકે છે. તેથી એકાગ્રતા કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શકય બનશે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રમફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ પ્રતિકુળ ફળ આપે છે અને ખાસ કરીને રાહુ ગ્રહનું અશુભ ફળ હવે સમજાતું હશે કે અપક્ષેાથી વિપરીત પરિણામ આપે તે રાહુ ગ્રહ છે. સર્જનમાંથી શુન્યકર્તા તેને વાર નથી લાગતી તેથી જે છે તે પરિસ્થિતિ સાચવવામાં જ લાભ છે. મિલ્કત અને કુટુંબીક પ્રશ્નોમાં ધીરજથી નિર્ણયો લેવા – પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો, પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટક ચેરી અને મોસાસળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુસહસ્ત્રના હજાર નામ વાચંવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આવેશ અને ઉશ્કેરાટથી કેટલું નુકશાન મળી શકે તે સમજાય ગયું હશે. જન્મના ચંદ્રથી ગુરૂ શુક્ર સુર્ય અને મંગળગ્રહનો અશુભ બંધયોગ મળે છે. તેથી શેખ ચલ્લીના વિચારોનો ત્યાગ કરીને વાસ્તવિકતામાં જીવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે, આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યેનકેન પ્રકારે કાર્ય સફળતા આપે છે. શનિગ્રહની પનોતીના કારણ ધીમી ગતી લાભ મળે છે. તો પણ સમય સંજોગોને અનુરૂપ બનીને કાર્ય્માં એકાગ્રતા કેળવવી જરૂરી છે. નહીં તો ભવિષ્યમાં ન બંધનયોગ મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કાર્ય સફળતા જરૂર આપશે માત્ર અત્યારે નિરપેક્ષા ભાવના અને ઇશ્વર ઉપર શ્રધ્ધા રાખીને કાર્યોમાં એકાગ્રતા કેળવવી જરૂરી છે. જેટલો સમય શક્તિનો સદઉપયોગ કરશો તેટલી જ સફળતા ભવિષ્યમાં મેળવશો. વિદેશથી શુભ સમાચાર મળશે.  મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલામહથી લાભ રહેશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે.  આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ  અને ધાર્મિક કાયોથી આનંદ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ભુતકાળને ભુલીને વર્તમાનમાં જીવવાનું સુચન કરે છે. જીવનમાં જેટલો સાક્ષીભાવ કેળવશો તેટલો ગ્રહોનો સહકાર મેળવશો. કારણ કે રાહુ બુધનો બંધનયોગ કાર્ય સફળતામાં અડચણો આપે છે. તેથી ગ્રહોની ચાલ ખુબ જ કપરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી સહકાર મળશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી અરૂચી રહેશે. આપના માટે બુધવારના વ્રત અને શિવપાઉસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ અગ્ની પરિક્ષા કરી શકે છે. શનિગ્રહની પનોતી અને સુર્ય મંગળનો અશુભ બંધનયોગ અંગારયોગનું નિર્માણ કરે છે. અથાગ મહેનતે નજીવી સફળતા મળી શકે છે. તેથી નિરાશાને છોડી અને સંતોષીનર સદા સુખી તે વાકય યાદ રાખવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકેડ છે. આર્થિક પરિસ્થિતિ  અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને કાયદાકીય બાબતોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જીદ્દી સ્વભાવ અને આભિમાનનો ત્યાગ કરશો અને દરેક વ્યક્તિ સાથે સ્નહેથી વર્તન કરશો તો કાર્ય સફળતા સાથે અદ્યાત્મિકતામાં પણ વૃધ્ધી થશે. નવા વિચારો નવા પરિચયો ભવિષ્યમાં લાભદાયી પુરવા થશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગીબ નશે માનશો તો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડ પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જીવનનો ધ્યેય મોજશોખ અને આળસવૃત્તિ નથી તે સમજાવે છે. તેની સમય શક્તિનો સદઉપયોગ કરશો તો આ સમય ભવિષ્ય માટે ખુબ જ લાભદાયી પુરવાર થશે. નવા કાર્યોની શરૂઆત શુભ રહેશે. અચાનક કાર્ય સફળતાના યોગ મળશે.  મીલકત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો  અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીનુ પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુચવે છે. વધુ પડતુ બોલવાકર્તા મૌનમાં વધુ શક્તિ રહેલી છે. તેથી વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેસવવી જરૂરી છે. કારણ માત્ર ગુરૂગ્રહના જ આર્શીવાદથી આપણે જીવી રહ્યા છીએ અન્યગ્રહો અશુભફળ આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે.  બહેનો અને વીદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.