સંસદ સત્રને બીજી ઓગષ્ટ સુધી વધારી દેવાની યોજના

414

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સંસદના વર્તમાન સત્રને એક સપ્તાહ સુધી વધારી દેવા માટેની યોજના પર કામ કરી રહી છે. સંસદ સત્રને બીજી ઓગષ્ટ સુધી વધારી દેવાની યોજના રહેલી છે. જેનો મુખ્ય ઉદ્ધેશ્ય કેટલાક મહત્વપૂર્ણ બિલને પાસ કરવાનો છે. જેમાં ત્રિપલ તલાક બિલ સામેલ છે. બીજા બિલને પણ પસાર કરવા માટે સરકાર ઇચ્છુક છે. રાજ્યસભામાં નવા સભ્યોની એન્ટ્રી થવાથી સત્તા પક્ષની સ્થિતી વધારે મજબુત બની રહી છે. બિલને મહત્વ આપવામાં આવી રહ્યુ છે. જેથી સમીકરણ રચાઇ શકે છે. સંસદના છેલ્લા સત્રમાં ત્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં અટવાઇ ગયુ હતુ. ત્યારબાદ સરકારે આને લઇને વટહુકમ જારી કર્યો હતો. આવી સ્થિતીમાં સરકાર માટે આને સંસદના વર્તમાન સત્રમાં આને પાસ કરાવવા માટેની બાબત જરૂરી બની ગઇ હતી. મોદીના નેતૃત્વમાં બીજી વખત બનેલી એનડીએ સરકારે તેના ઇરાદા એ વખતે જાહેર કરી દીધા હતા જ્યારે લોકસભાના પ્રથમ સત્રની શરૂઆત થઇ હતી. લોકસભાના પ્રથમ સેશનની શરૂઆતમાં જ ત્રિપલ તલાક બિલ રજૂ કર્યુ હતુ.

સંસદના સભ્યો વચ્ચે ઉત્સુકતા છે કે શુ સત્તા પક્ષ ત્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં નિવાસ સાથે જોડાયેલી આર્ટિકલ ૩૫ એના વિવાદ પર ચર્ચાની શરૂઆત કરી શકે છે. ભાજપના નેતાએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યુ છે કે બજેટ સત્રને વધારી દેવાનો અર્થ એ છે કે સરકાર કેટલાક મહત્વપૂર્ણ બિલને પાસ કરવા માટે ઇચ્છુક છે. આજે લોકસભાની કાર્યવાહી ચાલી શકી ન હતી. કારણ કે એલજેપીના વર્તમાન નેતા રામચન્દ્ર પાસવાનનુ રવિવારના દિવસે અવસાન થઇ ગયુ હતુ. કેટલાક વિવાદના કારણે બિલ રાજ્યસભામાં પાસ કરી શકાયુ ન હતુ.જો કે આ વખતે આશા ઉજળી દેખાઇ રહી છે. ભાજપના સિનિયર નેતાએ એમ પણ કહ્યું છે કે, ત્રિપલ તલાક બિલને પાસ કરવા માટેના તમામ પ્રયાસો હાલમાં થઇ રહ્યા છે. આજ સત્રમાં આને પાસ કરવા માટે ઇચ્છુક છે. આ પહેલા બિલને પાસ સંસદમાંથી કરાવી દેવાના પ્રયાસ થયા હતા પરંતુ રાજ્યસભામાં વિરોધ પક્ષોએ અડચણો ઉભી કરી હતી પરંતુ આ વખતે સરકારને આશા છે કે, બિલને પાસ કરાવી લેવાશે. લોકસભાની સાથે સાથે રાજ્યસભામાં પણ સરકારની તાકાતમાં વધારો થયો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું છે કે, કમનસીબે વિપક્ષી દળોને સત્રને વધારી દેવાની યોજના અંગે માહિતી મિડિયામાં આવનાર અહેવાલોથી મળી છે. સરકારને આ અંગેની માહિતી બિઝનેસ એડવાઈઝરી કમિટિમાં મુકવી જોઇએ.

Previous articleવિશ્વાસમત મુદ્દે સસ્પેન્સ યથાવત
Next articleચંદ્રયાન-૨ લોંચ : મોદીની તમામ લોકોને શુભેચ્છાઓ