જિ.પં. પથિકાશ્રમ ખાતે ફંક્શન હોલનું લોકાર્પણ

533

ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત પથિકાશ્રમ ખાતે તૈયાર કરવામાં આવેલ ફંકશનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ફંક્શન હોલના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, ઉપપ્રમુખ બી.કે.ગોહિલ સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ હાજર રહ્યાં હતા.

ફંક્શન હોલ અંગે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર તથા ઉપપ્રમુખ બી.કે.ગોહિલે માહિતી આપી હતી. પથિકાશ્રમ ખાતે તૈયાર કરવામાં આવેલ હોલ નાના-મોટા શુભ પ્રસંગો તથા કોર્પોરેટ કંપનીઓની મીટીંગ માટે સામાન્ય દરથી ભાડે આપવામાં આવનાર છે.

Previous articleજિલ્લા પંચાયત બેઠકમાં ઠરાવો સર્વાનુમતે પાસ થયા
Next articleમાલણકા ગામને વરતેજ સબ ડીવીઝનમાં સમાવવા રજૂઆત