એશ ફરીવાર લોકપ્રિય ફોટો શેયરિંગ એપ પર સક્રિય થઇ

713

બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન ટુંકા બ્રેક બાદ અંતે લોકપ્રિય ફોટો શેયરિંગ એપ પર ફરી સક્રિય થઇ ગઇ છે. ફોટો શેયરિંગ એપ પર કમબેક કરીને તે હવે ફોટાઓ પણ મુકી રહી છે. સૌથી પહેલા એશ દ્વારા પતિ અને અભિનેતા અભિષેક બચ્ચનના ફોટો શેયર કર્યા છે. બે મહિનાના લાંબા ગાળા બાદ એશની વાપસી થઇ છે. અભિષેકના ત્રણ ફોટો મુકવામાં આવ્યા છે. કબડ્ડી પિન્ક પેન્થર્સ સાથે અભિષેક જોડાયેલો છે. અભિષેકે કબડ્ડી ટીમ પિન્ક પેન્થર્સ માટે સપોર્ટ જાહેર કરી ચુક્યો છે. એશ્વર્યા રાય બચ્ચન ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરવામાં આવતી સાઇટ સાથે જોડાઇ ચુકી છે. અભિષેકના ફોટો સૌથી પહેલા જારી કર્યા છે. જેમાં અભિષેક પોતાની ટીમને ચિયર કરતા નજરે પડે છે. પત્નિના પોસ્ટ પર અભિષેક પણ પ્રેમ દર્શાવીને કહ્યુ છે કે અમારી લકી ચાર્મ તરીકે એશને અમે માનીએ છીએ. તમામ લોકો સારી રીતે જાણે છે કે એશના છેલ્લા પોસ્ટ ૨૩મી મેના દિવસે આવ્યા હતા. જે દરમિયાન એશે પોતાની માતાના બર્થડેના ફોટો જારી કર્યા હતા. એશ હાલમાં જ યુએસમાં રજા માણીને પરત ફર્યા છે. તેમની સાથે તેમની પુત્રી આરાધ્યા પણ હતી. ન્યુયોર્કમાં આ લોકો રિશિ કપુરના પરિવારને પણ મળ્યા હતા.