તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ જાહેરનામામાં ખાનગી શાળાઓના શિક્ષકો દ્વારા લેવામાં આવતા ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. એનએસયુઆઇની તપાસ દરમ્યાન રાજુલાની મોટાભાગની શાળાઓના શિક્ષકો દ્વારા ટ્યુશન ક્લાસ લેવામાં આવતા હતા. રાજુલા એનએસયુઆઇ દ્વારા તમામ ખાનગી શાળાઓને જાણ કરવામાં આવી અને શાળાના નોટીસ બોર્ડ પર શાળાના શિક્ષકો ટ્યુશન ક્લાસ લેતા નહી જેવી નોટીસ મુકવામાં આવી અને નિયમનું પાલન કરવામાં નહિં આવે તો શિક્ષક અને શાળા સંચાલકો જવાબદાર રહેશે. તેમ એનએસયુઆઇ પ્રમુખ રવિરાજભાઇ ધાખડા દ્વારા ચીમકી અપાયેલ.
















