મને કાર્તિક આર્યનની બાઈક પાછળ બેસવાના પૈસા મળે છેઃ સારા અલી ખાન

490

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન તથા સારા અલી ખાનની જોડી ઘણી જ ક્યૂટ લાગે છે. આ બંને કોઈને કોઈ કારણે સમાચારમાં રહેતા હોય છે. છેલ્લાં ઘણાં સમયથી આ બંને એકબીજાને ડેટ કરે છે, તેવી ચર્ચાઓ થતી રહી છે. હાલમાં જ સારાએ ફેશન શોમાં પહેલી જ વાર રેમ્પ વોક કર્યું ત્યારે તેને ચીઅર કરવા માટે તેનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન તથા કાર્તિક આર્યન આવ્યા હતાં.

રેમ્પ વોક બાદ સારા અલી ખાનને કાર્તિક આર્યન તથા ઈમ્તિયાઝ અલી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો. સારાએ કહ્યું હતું, ‘મને ઘણી જ મજા આવી હતી. મારા માટે દરેક દિવસ મસ્તી ભર્યો હતો. સેટ પર વિતાવેલો દરેક દિવસ ખાસ હતો. મને ક્યારેય લાગ્યું જ નહીં કે હું શૂટિંગ કરી રહી છું. મને આજે પણ યાદ છે કે હું મજાક કરતી હતી કે મને કાર્તિક આર્યનની બાઈક પાછળ બેસવા માટે પૈસા મળી રહ્યાં છે. કારણ કે કોઈ પણ યુવતી આમ કરવા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે.

Previous articleબોલો…અભિનેત્રી પ્રિયંકા ચોપડા ૨૪ મહિનામાં માતા બને તેવી ભવિષ્યવાણી
Next articleપ્રેમમાં દરેકને બીજી તક મળવી જોઇએ : મલાઇકા અરોરા