આગામી વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાસણમાં પાંચ જિલ્લાની બેઠક

567

૧૦મી ઓગસ્ટ નો દિવસ વિશ્વ સિંહ દિવસ ની તરીકે ઓળખાય છે અને આ દિવસ વન વિભાગ સાસણના ઉપક્રમે એશિયાટીક સિંહ જે જિલ્લામાં વિચરણ કરે છે તે જિલ્લાઓમાં આ દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે છે.

આ સંદર્ભે આજે તા ૨૮ને રવિવારના રોજ ૫ જિલ્લાઓ ગીર, સોમનાથ, જુનાગઢ, અમરેલી, બોટાદ અને ભાવનગર ના જિલ્લા શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સહિત બી આર સી સી આર સી જિલ્લા સંયોજકો તાલુકા સંયોજક કોની એક સંયુક્ત બેઠક સાસણ ખાતે સિંહ સદન ઓડિટોરિયમમાં યોજવામાં આવી.

આ બેઠકના આરંભે પક્ષીવિદ સ્વ.લાલસિંહ રાઓલને શ્રધ્ધાંજલિ અપાઈ હતી.બાદમા સભાને સંબોધિત કરતાં વન વિભાગ સાસણના વડા ડો.મોહન રામે જણાવ્યું સિંહ આપણો સાથી તથા ગુજરાતનું ગૌરવ છે .તેથી તેની જાળવણી એ આપણી જાત ની જાળવણી સમાન છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી આપણે ખૂબ ઉલ્લાસપૂર્વક આપ સૌના સહયોગથી કરી રહ્યા છીએ્‌.આ દિવસની ઉજવણીએ અનેક નવા વિક્રમ પ્રસ્થાપિત કર્યા છે. તે બદલ શિક્ષણ વિભાગ અને વનવિભાગના સૌ કર્મીઓનો આભાર માનીએ એટલો ઓછો. ચાલુ વર્ષે પણ આપ ખૂબ ઉમદા ભાવથી સમર્પિત રીતે જોડાવ તેવી આપ સૌને અપીલ કરીએ છીએ.

આ કાર્યક્રમનુ સમગ્ર સંકલન,આયોજન કરશનભાઈ વાળા એ કર્યું હતું.જિલ્લા શિક્ષણ અધિકારી બી એસ કૈલા, એમ.જી.પ્રજાપતિ તથા જિલ્લા સંયોજકો તખુભાઈ સાંડસુર, રજનીકાંત ભટ્ટ, અજિતસિંહ ગોહિલ,રાકેશભાઈ ભાલીયા,  દિનેશભાઈ ગોસ્વામી, વિક્રમભાઈ ગઢવી અને મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા. સિંહ દિવસ સંદર્ભે પ્રશ્નોત્તરીમાં જીતુભાઈ જોશી, મુકેશ પંડિત, હાર્દિક ગોહિલ, અશરફ બવલિયા સહિત ના જોડાયાં હતાં.

Previous articleઆત્મહત્યા કરવા જતી મહિલાને બચાવતી બોટાદ ૧૮૧ અભયમ
Next articleભરતનગર ખાતે બેતાળા ચશ્મા કેમ્પ યોજાયો