શાળાકીય અંડર-૧૯ ખેલકૂદ સ્પર્ધામાં આરજેએચ હાઇ.નાં વિદ્યાર્થીઓની સિદ્ધિ

573

તાજેતરમાં બોટાદ જિલ્લા કક્ષાની ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર.જે.એચ. હાઇસ્કૂલ ઢસા જંકશનનાં પાંચ ખેલાડીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું છે. જેમાં બાખલકીયા પાયલ બરછી ફેંકમાં પ્રથમ, ગોળા ફેંકમાં દ્વિતિય, ખાચર શિવાની ૧૦૦ મીટર વિઘ્નદોડમાં પ્રથમ, તળાજીયા કાજલ ૪૦૦ મીટર વિઘ્નદોડમાં પ્રથમ, ધૃજિયા સ્નેહા ૩ કિ.મી. જલદચાલમાં પ્રથમ, મેય મયુર લંગડી ફાળકુદમાં પ્રથમ આવી જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ છે.

ઉપરોક્ત તમામ ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. આ તમામ ખેલાડીઓ તેમજ શાળાના વ્યાયામ શિક્ષકો  આર.બી.હેરમા, એ.બી.જોશી તેમજ એસ.પી.પરમારને શાળાના આચાર્ચ ડા.જી.બી.હેેરમા શાળાના વહિવટદાર પી.કે.સોલંકી તથા શાળાના સ્ટાફે અભિનંદન આપ્યા હતા.

Previous articleપ્રા.શાળાઓનાં ફિક્સ પગાર કર્મીઓને ઉચ્ચ પગારની દરખાસ્ત મંજુર કરાઇ
Next articleતળાજા તાલુકાના જુના રાજપરા ગામે વહેલી સવારે દિપડો પાજરે પુરાણો